________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪પર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
આત્મા ધ્રુવપણે ત્રિકાળી નિત્ય છે અને અવસ્થાપણે ક્ષણે ક્ષણે બદલે છે, અનિત્ય છે. આવું જ નિત્ય-અનિત્ય એનું સ્વરૂપ છે. પરંતુ એકાન્તવાદી પશુ જેવો અજ્ઞાની, ટંકોત્કીર્ણ વિશુદ્ધજ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર સર્વથા નિત્ય આત્મતત્વની આશા કરે છે. શું કીધું આ? કે પર્યાયમાં જે અનેક-આકાર જ્ઞાનની દશા થાય એ કાંઈ (વસ્તુ ) નહિ, મને તો નિત્ય ધ્રુવ એક-આકાર જોઈએ-એમ અજ્ઞાની ઈચ્છે છે. અનેક-આકારરૂપ જ્ઞાનની પરિણતિ થતી હોવા છતાં, એનાથી રહિત હું એકલો ધ્રુવ કેમ રહું? એમ ધ્રુવ નિત્ય તત્ત્વની આશાથી અજ્ઞાની વર્તમાન વર્તતી પર્યાયનો ઉચ્છેદ કરે છે, ઉથાપે છે. અહાહા....! ટંકોત્કીર્ણ વિશુદ્ધજ્ઞાન અર્થાત્ શાશ્વત શુદ્ધ એક જ્ઞાન જે ધ્રુવ નિત્ય છે તેને લક્ષમાં લેવા અજ્ઞાની વર્તમાન પર્યાય જે અનેકપણે પરિણમે છે તેને ઉડાવી દે છે. અહા ! એને ખબર નથી કે નિત્યનો નિર્ણય કરનારી તો વર્તમાન અવસ્થા –પર્યાય છે. આમ વર્તતી પર્યાયને અવગણીને તે ધ્રુવ તત્ત્વ એવા ચૈતન્યમય આત્માને નહિ પામતો પોતાનો નાશ કરે છે.
અહાહા...! અજ્ઞાની, “૩977 1Ø–રિરિગૉ: fમનું વિશ્ચન વાચ્છતિ' આત્માની વર્તમાન દશામાં જ્ઞાનાદિની અનેક નિર્મળ અવસ્થાઓ ઉછળે છે એનાથી ભિન્ન કાઈક પોતાનું તત્ત્વ છે એને ઈચ્છે છે. અહીં ! એક-આકાર સર્વથા નિત્ય આત્મતત્વન વાંછનારો તેની વર્તમાન જ્ઞાનાદિ જે અવસ્થાઓ થાય છે તેને છોડી દે છે અર્થાત્ પર્યાયથી કાંઈક જુદુ આત્મતત્ત્વ છે એમ માનીને એવા આત્મતત્ત્વની વાંછા કરે છે. પણ પરિણામી પરિણામ વિના અને પરિણામ પરિણામી વિના સંભવિત જ નથી, હોઈ શકતાં જ નથી. અરે ભાઈ! પરિણામ પરિણામીનું છે, અવસ્થા અવસ્થાયીની છે, પર્યાય પર્યાયવાન દ્રવ્યની છે. પર્યાયથી જુદું (અલગ) આત્મતત્ત્વ તું શોધવા જાય પણ એ તો છે નહિ. તેથી
અનિત્ય પર્યાયને છોડી દઈને તું પોતાનો જ નાશ કરે છે, કેમકે તને વાંછિત જે ધ્રુવ, નિત્ય આત્મતત્ત્વ તેનો નિર્ણય, તેનું પરિજ્ઞાન અનિત્ય પર્યાયમાં જ થાય છે.
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય-એ તો પરદ્રવ્યરૂપ છે; એ પ્રત્યક્ષ ભિન્ન છે તેથી એની સાથે આત્માને કોઈ સંબંધ નથી. તેથી અહીં એની વાત નથી. અહીં તો વસ્તુમાં આત્મામાં નિત્ય ને અનિત્યએમ બે પડખાં છે એની વાત છે. ધ્રુવ ત્રિકાળી દ્રવ્યરૂપથી આત્મા નિત્ય છે, ને પર્યાયરૂપથી તે બદલે છે, અનિત્ય છે. ત્યાં બદલતી દશાને જોઈને એકાંતવાદી તેનો ત્યાગ કરીને મારે તો ધ્રુવ નિત્ય આત્મતત્ત્વ જોઈએ એમ વાંછા કરે છે. પણ, અહીં કહે છે. એવી કોઈ વસ્તુ નથી. નિત્ય ધ્રુવ જુદું, ને પર્યાય જુદી –એવી કોઈ વસ્તુ નથી. ભલે પર્યાય ત્રિકાળીરૂપ નથી; પણ પરિણામ -પર્યાય પરિણામી દ્રવ્યનું જ છે. પરિણામ પરિણામીથી ભિન્ન નથી; કેમકે બન્નેના પ્રદેશો એક છે. અસંખ્ય પ્રદેશમાં જેટલામાં પરિણામ ઉઠ છે એ ક્ષેત્રનો અંશ અને ત્રિકાળી ધ્રુવના અસંખ્ય પ્રદેશોનો અંશ – એ બન્ને ભિન્ન ગણવામાં આવ્યા છે એ બીજી અપેક્ષાએ વાત છે. પણ જેમ આ બે આંગળી ભિન્ન છે તેમ પરિણામ-પરિણામી ભિન્ન નથી. તેથી પર્યાયભાવને છોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com