________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૪૫૧ માને છે. જ્ઞાની તો નિત્યની દષ્ટિપૂર્વક પર્યાયમાં ઉત્પાદ-વ્યય થાય છે એમ માને છે. પરંતુ અજ્ઞાની એકાંતે અનિત્ય પર્યાયને જ પોતાનું સ્વરૂપ માનીને નાશ પામે છે.
‘ ક્ષણભંગના સંગમાં પડેલો' એટલે શું? ક્ષણે ઉત્પન્ન થાય અને ક્ષણે નાશ પામે તે પર્યાય-તેના સંગમાં પડેલો એટલે તે અનિત્ય પર્યાય જેટલો જ હું છું એમ પોતાને ક્ષણિક માનતો-અહાહા...! અજ્ઞાની નાશ પામે છે. ત્યાં વસ્તુ નાશ પામતી નથી, પણ જેવી વસ્તુ છે તેવી અજ્ઞાની માનતો નથી, એકાંતે અન્યથા માને છે તેથી મિથ્યાત્વભાવ વડે ચારગતિમાં ક્યાંય (નિગોદાદિમાં ) ખોવાઈ જાય છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘ચાદાવી તુ' અને સ્યાદ્વાદી તો ‘વિદ્—જ્ઞાત્મના વિદ્-વસ્તુ નિત્ય-જીવિત પરિદૃશન્' ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવસ્તુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, ‘ટોત્ઝીર્ન -ધન-સ્વમાવ-મહિમ જ્ઞાનં ભવન્’ટંકોત્કીર્ણઘનસ્વભાવ ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, ‘નીવત્તિ’ જીવે છે.
અહાહા....! પર્યાયથી ઉત્પાદ-વ્યય થવા છતાં મારી ચીજ પર્યાયમાત્ર નથી, હું પર્યાય જેટલો નથી, હું તો ત્રિકાળ ધ્રુવ ટંકોત્કીર્ણ-શાશ્વત જેના સ્વભાવનો મહિમા છે એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ આત્મા છું–એમ ધર્મી પોતાના નિત્ય-ઉદિત સ્વભાવને અનુભવતો થકો, જ્ઞાનરૂપ વર્તતો, જીવે છે, નાશ પામતો નથી.
કળશ ૨૬૦ : ભાવાર્થ
એકાંતવાદી શેયોના આકાર અનુસાર જ્ઞાનને ઉપજતું –વિણસતું દેખીને અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જો કે શાન શૈયો અનુસાર ઉપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.
આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો.
*
*
*
હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ
* કળશ ૨૬૧ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘ પશુ: ’પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘ટોત્કીર્ણ-વિશુદ્ધ-વોધ–વિસરઆહાર-આત્મ-તત્ત્વ- આશયા' ટૂંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય ) આત્મતત્ત્વની આશાથી, ‘ઉચ્છલ-અચ્છ— વિત્પરિણતે મિન્ન ગ્રિન વાતિ' ઉછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને ) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ );
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com