________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૭
-એવા અનુભવરૂપ જ્ઞાન ને આનંદનું પરિણમન થાય છે અને એમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય -ત્રણેય-ત્રિમય હું છું, અને પરરૂપ હું નથી એમ આત્માનો સ્વીકાર થયો તે જ જીવનું યથાર્થ જીવન છે. અહા! જેણે પોતાની મોજુદગી જે રીતે છે તે રીતે સ્વીકારી તેણે પોતાની જીવતી જ્યોતને જીવતી રાખી, તેનું જીવન સફળ ને ધન્ય થયું. અને જેણે એ રીતે (જ્ઞાનમાત્રપણે) ન સ્વીકારતાં હું પુણવાળો ને શરીરવાળો ને બાયડીવાળો ને ધનવાળો ઈત્યાદિ માન્યું તેણે જીવતી જ્યોતને બુઝાવી દીધી, પોતાના જીવતરનો નાશ કરી નાખ્યો, આત્મઘાત કર્યો. સમજાણું કાંઈ....?
અહા! સ્વરૂપથી-જ્ઞાનસ્વભાવથી તત્પણે પ્રકાશતો થકો ધર્મી પુરુષ જ્ઞાતપણે પરિણમે છે. એટલે શું? કે હવે તેને પરના-નિમિત્તના આશ્રયની જરૂર ભાસતી નથી. અહા ! હવે સ્વભાવથી સંબંધ જોડીને તેણે નિમિત્તનો સંબંધ તોડી નાખ્યો છે, રાગથી સંબંધ તોડી નાખ્યો છે. આ પ્રમાણે જ્ઞાનરૂપથી પોતાનું તત્પણું પ્રકાશીને અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે અનેકાન્ત જ તેને જિવાડ છે, અર્થાત્ તેના જીવતરને નષ્ટ થવા દેતો નથી, પણ યથાર્થ જ્ઞાનમય જીવનને પ્રગટ કરે છે, સ્વરૂપથી તત્ છું ને પરરૂપથી અતત્ છું એવું અનેકાન્ત જ જીવનને સફળ-ઉત્તમ ફળ સહિત-પ્રગટ કરે છે.
અનેકાન્ત-અનેક અંત; આત્મા અનેક (અનંત) ગુણધર્મસ્વરૂપ છે. પોતે સ્વથી તત્ ને પરથી અત-એમ આત્મામાં તત્-અતપણું છે એ અનેકાન્ત છે, અને આ અનેકાન્ત પરમ અમૃત છે. પ્રવચનસારમાં આવે છે કે-આ પરિપૂર્ણ પરમાનંદસ્વરૂપ પ્રભુ પોતે સ્વસ્વરૂપથી છે ને રાગથી ને પરથી નથી એવું ભેદવિજ્ઞાન પામતાં અંદર પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, અમૃત ઝરે છે. અહા ! એને ધર્મ કહીએ ને એને “અમૃતના વેણલાં વાયાં' કહીએ. આ બાઈયું લગ્નમાં ગાય છે ને! કે “વેણલાં ભલાં વાયાં રે' .
ત્યાં તો ધૂળેય વણલાં વાયાં નથી સાંભળને. અનાદિનું વેણ એણે પરમાં ને રાગમાં ને પુણ્યમાં જોડી દીધું છે. એ તો બધું ઝેર બાપા! અહીં તો અંદર આનંદકંદ પ્રભુ પોતે છે તેને તત્પણે પ્રકાશીને –આ જ હું છું એમ નિર્ણય કરીને- જે આનંદરૂપે પરિણમ્યો તેને આનંદનાં-અમૃતનાં વેણલાં વાયાં. ભાઈ ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે એની અંતરદૃષ્ટિ કરી અને પરથી દષ્ટિ હુઠાવી જે તત્પણ-જ્ઞાનસ્વભાવપણે પ્રકાશ્યો તેનું જીવન સફળ છે, તે સત્યાર્થપણે જીવતો છે, બાકી બધાં મડદાં જ છે. અષ્ટપાહુડમાં એવા જીવોને ચલશબ - ચાલતાં મડદાં કહ્યા છે જેને પોતાની સ્વભાવથી ટકતી સત્તાનો સ્વીકાર નથી, એની દષ્ટિ નથી, એમાં એકતા નથી એવા બધા જીવોને રાગમાં ને પરમાં એકતા છે, તે બધા જીવો મડદા સમાન જ છે. જ્ઞાન-ધર્મી પુરુષ પોતાના શાશ્વત ટકતા તત્ત્વને જોઈને પોતાનું જીવન ટકાવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com