________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
૩૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
નથી. બહારમાં નિમિત્ત હો, પણ નિમિત્તને લઈને આમાં નિર્મળ પરિણમન થયું છે એમ છે નહિ. તે (શુદ્ધ) પરિણમન નિમિત્તને લઈને તો થયું નથી પણ ( અંદરમાં ) બીજી પર્યાયને લઈને કે દ્રવ્ય-ગુણને લઈને થયું છે એમ પણ નથી; કેમકે પર્યાય પોતે જ ષટ્કારકરૂપ થઈને પરિણમી જાય છે એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ... ?
ભગવાન આત્મા જાણગ-જાણગ સ્વભાવી ચૈતન્યસૂર્ય છે એવા ભાવનું તત્વણું પ્રકાશીને... એટલે શું ? કે જ્ઞાનસ્વરૂપથી હું છું, ને વિકલ્પ ને પુણ્ય ને શીરાદિને લઈને હું નથી એવો નિર્ણય અંતર્દષ્ટિ –જ્ઞાયકની દૃષ્ટિ થતાં પર્યાયમાં થાય છે, અને ત્યારે અંતરંગમાં શુદ્ધ અંતઃતત્ત્વ અનુભવાતાં પર્યાયમાં આત્માના જ્ઞાન ને આનંદસ્વભાવનું શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. આ જ્ઞાતાનું પરિણમન છે. તે પરિણમન પરને (દેવ-ગુરુને ) લઈને થયું છે એમ નથી. શેયની પર્યાય તે કાળે ભલે હો, પણ એને લઈને અહીં જ્ઞાતાનું પરિણમન થયું છે એમ છે નહિ.
અહાહા...! ભગવાન, તું જ્ઞાનભાવમાત્ર છો ને! એ જ્ઞાનભાવમાં અનંતગુણો સમાઈ જાય છે. અહા ! આવી જ્ઞાનભાવમાત્ર વસ્તુનો અંતરંગમાં તણે-જ્ઞાનભાવપણે અંતરષ્ટિ વડે સ્વીકાર કરતાં પર્યાયમાં જ્ઞાતાસ્વભાવના પરિણમનરૂપ અવસ્થા જ્ઞાનપણે, આનંદપણે, શ્રદ્ધાનપણે શાન્તિપણે પરિણમી જાય છે. તે પરિણમનમાં ૫૨નો બિલકુલ અધિકાર નથી. હું જ્ઞાનમાત્ર આત્મા છું એમ જાણીને જ્ઞાનની પર્યાય જ્યાં એમાં ઠરી ત્યાં અનંતગુણ ભેગા નિર્મળ ઉત્પાદરૂપ થાય છે, પ્રગટ થાય છે. હજુ કેવળજ્ઞાન થયું નથી ત્યાં સુધી કંઈક રાગ છે. પણ એ તો પજ્ઞેય છે; મારા નિર્મળ પરિણમનમાં એ કાંઈ નથી. લ્યો, આવું જ્ઞાતાનું જ્ઞાનમય પરિણમન છે. આ તો અંતરની ચૈતન્યલક્ષ્મીની વાત છે. અંતરની લક્ષ્મી એ જ લક્ષ્મી છે, જ્ઞાન એ જ લક્ષ્મી છે, બાકી આ તમારા પૈસા આદિ તો બધી ધૂળની ધૂળ છે. સમજાણું કાંઈ....?
આ તો ભગવાનના દરબારમાંથી-ધર્મસભામાંથી આવેલી વાતુ છે. સર્વજ્ઞ પરમાત્મા ત્રણલોકના નાથ અરિહંત પ્રભુ દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ કરે છે. ગણધરો, મુનિવરો ને બત્રીસ-બત્રીસ લાખ વિમાનનો સ્વામી શક્રેન્દ્ર તે સાંભળે છે. અહા! તે વાણી કેવી હોય! જીવોની દયા પાળો ને ધર્મ થઈ જશે-શું ભગવાનની વાણીમાં આ આવતું હશે? ના હો; દયા પાળો એમ તો કુંભાર પણ કહે છે. બાપુ! ભગવાનની વાણી તો અંતઃપુરુષાર્થ જગાડનારી અદ્દભુત અલૌકિક હોય છે. સ્તવનમાં આવે છે ને કે- ‘જિનેશ્વરની વાણી જેણે જાણી તેણે જાણી છે.' અહા! એ ધ્વનિ સાંભળી ગણધર ભગવાન તેનો અર્થ વિચારે છે અને સંતો-મુનિવરો તે ભાવોને સમજી આગમ રચે છે. એમાંનું આ પરમાગમ શાસ્ત્ર છે. તેમાં અહીં કહે છે
કાયમ ટકતા ત્રિકાળી દ્રવ્ય ઉપર પર્યાયનું લક્ષ જતાં ‘આ જ્ઞાનમાત્ર આત્મા હું છું'
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com