________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૫
છું એમ માનીને તે પોતાની જ્ઞાનસત્તાનો અનાદર કરે છે, પોતાની જે રીતે (જ્ઞાનસ્વભાવમાત્ર) મોજુદગી છે તે રીતે સ્વીકારતો નથી.
ભગવાન આત્મા જ્ઞાતા છે, ને શરીરાદિ પદાર્થો જ્ઞય છે; આત્મા દષ્ટા છે, ને શરીર-મન-વાણી આદિ દશ્ય છે. જ્ઞાતા-શય, દષ્ટા-દશ્ય-એવો (વ્યવહાર) સંબંધ જોઈને, પોતે જ્ઞાનસ્વભાવમાત્ર હોવા છતાં, જે જ્ઞયો-શરીર, મન, વાણી, સ્ત્રી-કુટુંબ આદિ-જ્ઞાનમાં જણાય તે વડ મારા જ્ઞાનનું પરિણમન છે વા તે હું છું એમ માનતો થકો, પોતાને પરરૂપ કરીને અજ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવનો ઈન્કાર-તિરસ્કાર કરે છે. શું કરે બિચારો? જે રીતે પોતે જ્ઞાનસ્વભાવમાત્ર છે એ રીતે લક્ષમાં ન આવે ત્યાં સુધી ક્યાંક બીજે હું છું એમ માનવું પડે, એટલે જ્ઞાનમાં જે પુણ્ય-પાપ આદિ ભાવો ને શરીર, મન, વાણી ઈત્યાદિ દેખાય છે તે હું છું એમ પોતાને પરરૂપ માનીને, પોતાના જ્ઞાનસ્વભાવમય. જીવનનો ઘાત કરે છે. આનું નામ જ વાસ્તવિક હિંસા છે. સમજાણું કાંઈ? ન્યાય સમજાય છે કે નહિ? આ તો ભેદજ્ઞાનની વાતુ બાપુ! અરે, આવા ભેદજ્ઞાન વિના એણે વ્રત-તપ આદિ અનંતવાર કીધાં, મહિના-મહિનાના ઉપવાસ કર્યા, બબ્બે મહિનાના સંથારા કર્યા, પણ એ બધું શું કામ આવે? વિના ભેદજ્ઞાન બધું થોથેથોથાં છે બાપુ!
હવે જ્ઞાનસ્વભાવથી પોતાને તત્પણું છે એમ પ્રકાશીને જ્ઞાની-ધર્મી પુરુષ પોતાને જીવાડે છે, નાશ થવા દેતો નથી એમ વાત કરે છે:
શું કહે છે? કે જ્ઞાનમાત્રવતુ હું આત્મા સ્વસ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છું એવી પ્રતીતિના અભાવે હું પરજ્ઞયસ્વરૂપ છું એમ માનતો થકો અજ્ઞાની જીવ રાગદ્વેષમોહભાવે પરિણમીને પોતાનો નાશ કરે છે; ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ આ જ્ઞાનમાત્રવતુ હું આત્મા સ્વસ્વરૂપથી-જ્ઞાનસ્વરૂપથી તત્ છું એમ પ્રકાશતો થકો સ્વસ્વરૂપના નિર્મળ જ્ઞાનશ્રદ્ધાનરૂપ પરિણમન વડે પોતાને જિવાડ છે. અહા! હું ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છું અને મારું અસ્તિપણું મારાથી જ છે એમ અંતરંગમાં નિર્ણય થાય ત્યારે અવસ્થામાં પરિણમન શુદ્ધ થાય છે. આ શુદ્ધ પરિણમન પોતાના પારકપણે સ્વતંત્ર થાય છે હોં. જેમ આત્મામાં જ્ઞાન, આનંદ આદિ સ્વભાવ ત્રિકાળ છે, તેમ તેમાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એમ પારકરૂપ સ્વભાવ ત્રિકાળ છે. આત્મામાં કર્તા થવાનો કર્મ-કાર્ય થવાનો, સાધન થવાનો, સંપ્રદાન (નિર્મળ પર્યાય પોતે પ્રગટ કરી પોતાને દવાનો) થવાનો, અપાદાન થવાનો, ને અધિકરણ થવાનો સ્વભાવ ત્રિકાળ છે. તેથી જે નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન આદિ પરિણમન થયું તેનું અન્ય કોઈ નિમિત્ત કે રાગ કર્તા ને તે પરિણમન એનું કાર્ય એમ છે નહિ. અહા! હું શુદ્ધ ચૈતન્યપ્રકાશમય છું એવી પ્રતીતિ-નિર્ણયરૂપ જે કાર્ય થયું તે કોઈ નિમિત્તનું-દેવ-ગુરુ-શાસ્ત્રનું કાર્ય છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com