________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૭૩ આ રીતે સમસ્ત વસ્તુઓ સ્વરૂપમાં પ્રવૃત્તિ ને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બને ભાવોથી અધ્યાસિત છે, અર્થાત્ બને ભાવો વસ્તુમાં રહેલા છે. જેમકે - આ એક આંગળી પોતાપણે છે ને તે બીજી આંગળી પણ નથી. આ રીતે તે પોતામાં પ્રવૃત્તિપણે અને બીજી આંગળીથી વ્યાવૃત્તિપણે છે. આવું જ વસ્તુનું સહજ સ્વરૂપ હોવાથી શરીર આમ રહે, ને આંખો આમ બંધ કરીએ તો ધ્યાન થાય એવી માન્યતા બરાબર નથી, કેમકે શરીરની અવસ્થા ને આંખો બધું પર છે. આંખોનું ખુલ્લું રહેવું કે બંધ રહેવું ને શરીરની અમુક અવસ્થા રહેવી એ બધું ભગવાન આત્મામાં છે જ નહિ.
અહા ! આ ચૈતન્યદેવની લીલા તો જુઓ, જાણનારો જાણગસ્વભાવી પ્રભુ પોતે જ જ્ઞાન છે, ને પોતે જ જ્ઞય પણ છે. પ્રમાણ પણ પોતે ને પ્રમેય પણ પોતે જ છે. દ્વતને નિષેધવું અશક્ય છે એમ કહ્યું ને! પોતે જાણવાના ભાવપણે પ્રમાણ છે, અને પોતે પોતામાં જણાવાના ભાવપણે પ્રમેય પણ છે. આમ એક જ્ઞાન-પ્રમાણમાં દૈત છે, ભેદ છે.
ભાઈ ! આ એક વાત યથાર્થ સમજે તો નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય, ને ક્રમબદ્ધ ન થાય ઇત્યાદિ બધી તકરારો મટી જાય. કેટલાક કહે છે કે-હોનહાર (જે કાળે જે થવાનું હોય તે કાળે તે જ થાય) એમ કહીને તમે બધું નિયત કહેવા માગો છો, તેને કહીએ છીએ કે-હા ભાઈ ! એ સમ્યફ નિયત જ છે. જે સમયે વસ્તુનો જે પર્યાય અકાળે પ્રવર્તીત છે તે પરને લઈને તો નહિ પણ બીજી પર્યાય જે બીજે સમયે થવાની હોય કે થઈ હોય તે પર્યાયને લઈને પણ નહિ. તે પર્યાય તે સમયે નિયત જ છે. વસ્તુ જે વર્તમાન–વર્તમાન પરિણમે છે તે પોતાની પર્યાયથી સ્વતંત્ર જ પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે ત્યાં શું થાય?
અત્યાર સુધી ટુંકામાં જે કહેવાયું તેનો હવે વિસ્તાર કરે છે -
ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (–આત્મા), શેષ (બાકીના ) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા-શયના સંબંધને લીધે અને અનાદિ કાળથી જ્ઞયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પરરૂપે માનીને (અર્થાત જ્ઞયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાન્ત જ (સ્યાદ્વાદ જ ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી.'
શું કીધું આ? કે આ આત્મા પોતાનાથી અન્ય પદાર્થો સાથે નિજ રસથી પ્રવર્તેલા જ્ઞાતા-શેયના સંબંધને લીધે પોતે જ્ઞાતા છે ને બીજા પદાર્થો જ્ઞય છે એવા સહજ સંબંધને લીધે –અનાદિકાળથી જ્ઞયોના પરિણમનથી પોતાનું (જ્ઞાનનું) પરિણમન છે એમ માની બેઠો છે. જ્ઞાનમાં શેય જણાતાં શયને લઈને મારું પરિણમન છે એમ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com