________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭) : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે ( અર્થાત સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો રહેલા છે ).'
જુઓ, કીધું? કે આ વિશ્વ સ્વભાવથી જ બહુભાવોથી ભરેલું છે. એનો અર્થ એ થયો કે વિશ્વમાં જે અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુ આદિ છ દ્રવ્યો છે એ અકૃત્રિમ છે, કોઈએ કર્યા નથી. તે પદાર્થોને કોઈએ કર્યા નથી, તેમ તે પદાર્થો કોઈના કર્તા નથી. વળી દરેક પદાર્થનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં અર્થાત્ પોતે વસ્તુપણે એક હોવા છતાં દ્વતપણું પણ છે, પોતે પરપણે નથી એવું દ્વતપણું રહેલું છે. વસ્તુપણે એક હોવા છતાં, ગુણ-પર્યાયરૂપથી અનેક છે એવા દ્વતનો નિષેધ થઈ શકતો નથી; અર્થાત્ જે અદ્વૈત છે તે જ દ્વત છે. આ દ્વૈતાદ્વૈતપણે કોઈ પરને લઈને છે એમ નથી. આત્મા સ્વપણે છે એવું અસ્તિપણું-અદ્વૈતપણું અને પરપણે નથી એવું નાસ્તિપણું-દ્વૈતપણું-એવા બે ધર્મો વસ્તુમાં સહજ જ સિદ્ધ છે.
જેને ત્રણકાળ-ત્રણલોક પ્રત્યક્ષ જણાયા છે એવા સર્વજ્ઞ પરમાત્માએ એમ કહ્યું કેભગવાન! તું જ્ઞાનમાત્ર એવા અસ્તિપણે છો. અહા ! આવું પોતાના અસ્તિપણાનું જ્ઞાન જેને થયું તેને તો અનેકાન્ત સિદ્ધ થઈ જાય છે, અર્થાત્ તેને જ્ઞાન સાથે આત્મામાં અનંત ધર્મો રહેલા છે એવું જ્ઞાન થઈ જાય છે. પણ જેને એની ખબર નથી એવા અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર કહીને તેનો અનેકાન્ત-સ્યાદ્વાદ સાધન વડે નિર્ણય કરાવે છે. સમજાણું કાંઈ....?
આત્મા જ્ઞાનમાત્ર છે એમ અતિ કહેતાં જ પરપણે નથી એમ નાસ્તિ સિદ્ધ થાય છે. વળી જ્ઞાન છે તો જ્ઞાનનો આનંદ પણ ભેગો છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાન છે તેનું અંદરમાં પ્રયોજનભૂત પરિણમવારૂપ વસ્તુપણું પણ સિદ્ધ થાય છે. જ્ઞાન છે તો પોતે પોતાના જ્ઞાનમાં આવી શકે છે એવો પ્રમેયગુણ સિદ્ધ થાય છે અને પ્રમેયને જાણનાર પોતે પ્રમાણ છે એમ સિદ્ધ થાય છે. આમ, કહે છે, વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી દરેક વસ્તુ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરદ્રવ્ય-ગુણ-પર્યાયરૂપથી વ્યાવૃત્તિ વડ બન્ને ભાવોથી અધ્યાસિત છે. અહો ! વીતરાગના શાસન સિવાય આ વાત બીજે ક્યાંય નથી. બીજે તો કલ્પિત વાતો કરીને કલ્પિત માર્ગે લોકોને ચઢાવી દીધા છે. અહા ! પોતે અદ્વૈત હોવા છતાં તે કેવી રીતે છે? તો કહે છે- પોતાના દ્રવ્યમાં, પોતાના જ્ઞાનાદિ અનંત ગુણોમાં તથા પોતાની પરિણતિમાં પ્રવૃત્ત થવું એટલે રહેવું અને પરના દ્રવ્ય-ગુણ-પર્યાયપણે ન થવું –એ રીતે વૈતપણું છે.
વેદાંતવાળા જેમ બધું થઈને એક કહે છે એમ આ અદ્વૈત નથી. અરે ! આત્માને સર્વવ્યાપક માનનાર એ લોકોએ આત્માને (અભિપ્રાયમાં) ખંડ ખંડ કરી નાખ્યો છે. હા, આત્મા સર્વને જાણે છે, જાણવાના સામર્થ્યરૂપ છે એ અપેક્ષાએ તેને સર્વવ્યાપક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com