________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૧ અસપણું માનીને–અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.'
જુઓ, શું કહે છે? ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપી પ્રભુ છે. એના જ્ઞાનના પરિણમનમાં પરકાળનું-પદ્રવ્યનું પરિણમન જણાતાં એ પરિણમન હું છું. વા એને લઈને હું છું-મારું પરિણમન છે-એમ માની અજ્ઞાની પોતાનો નાશ કરે છે- અરે ભાઈ ! સ્વકાળે પોતાની જ્ઞાનની પર્યાય પરને અને પોતાને જાણવારૂપે થાય એ તો એનું સ્વરૂપ છે. પણ અરે! એમ ન માનતાં પરિણમતા પરદ્રવ્યની પર્યાયથી મારી પર્યાય થઈ અને નાશ થતાં મારી પર્યાય નાશ પામી ગઈ એમ માનીને અજ્ઞાની જીવો પોતાના સ્વકાળનો અભાવનાશ કરે છે. પરકાળથી-પદ્રવ્યની અવસ્થાથી પોતાનું અસ્તિપણું માનનારા પોતાના સ્વકાળનો નાશ કરે છે.
જુઓ, આ આત્માની અપેક્ષાએ પરદ્રવ્યની નિમિત્તની પર્યાય પરકાળ છે. ભલે એની અપેક્ષા તે સ્વકાળ હો, આ જીવની અપેક્ષા તે પરકાળ છે. સ્વકાળમાં પરકાળનો અભાવ છે. છતાં નિમિત્તને- પરદ્રવ્યને લઈને મારી અવસ્થા-સ્વકાળની પરિણતિ-થઈ એમ માને તે પોતાના સ્વકાળનો નાશ કરે છે.
હા, પણ આ પંચમકાળને લઈને અહીં કેવળજ્ઞાન થતું નથી ને?
એમ નથી બાપુ! પંચમકાળને લઈને કેવળજ્ઞાન થતું નથી, ને ચોથા કાળને લઈને થાય એમ તું માને એ તો નર્યું મૂઢપણું છે, કેમકે પરકાળની તારા સ્વકાળમાં નાસ્તિ છે. અરે ભાઈ! ચોથા કાળમાં પણ તે હતો કે નહિ? પણ પરકાળ તને શું કરે? પરકાળથી પોતાને લાભ માને એ પોતાના સ્વકાળનો નાશ કરે છે અર્થાત્ એ મિથ્યાષ્ટિ જ રહે છે. આ ચક્ષુ અને ચશ્માં છે તો જ્ઞાન થાય છે એમ માનનારા બધા પરકાળને પોતાનો માને છે. આ આત્માની અપેક્ષા ચક્ષુ ને ચશ્માં પરકાળ છે ભાઈ ! છતાં એનાથી પોતાને જ્ઞાન થવાનું માને એ તો મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે.
પ્રશ્ન- પણ ચશ્માં હોય તો જ દેખાય છે ને? વંચાય છે ને?
ઉત્તર:- એમ નથી ભાઈ ! વંચાય, ન વંચાય એ તો તે તે કાળે એની સ્વકાળની દશા છે, ને બાહ્ય પદાર્થ ચશ્માં આદિ (હોવાં, ન હોવાં) તો નિમિત્તમાત્ર છે. જુઓ, તે કાળે વંચાતું નથી એવું જ્ઞાન પોતાથી થયું છે કે ચશ્માં આદિ) પરથી? નથી વંચાતું એવું જ્ઞાન સ્વકાળથી પોતાથી જ થયું છે. પરને લઈને સ્વમાં કાંઈ થાય એ માન્યતા મહાન ભ્રમ છે, ભાઈ !
અહીં કહે છે –જ્યારે જ્ઞાનમાત્ર ભાવ પૂર્વે જેમનું આલંબન કર્યું હતું તે જ્ઞય પદાર્થોના વિનાશકાળે જ્ઞાનનું અસપણું માનીને અર્થાત્ પરકાળ પલટાતાં મારો નાશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com