________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૧: ૨૪૧ (અનુદુમ) दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।।२३९ ।। હવે આ જ અર્થને દઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છે:
શ્લોકાર્થઃ- [ કાત્મન: તત્ત્વમ્ વન–જ્ઞાન-વારિત્ર-ત્ર–માત્મા ] આત્માનું તત્ત્વ દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [ મુમુક્ષMT મોક્ષમf: 9: 94 સેવા સેવ્ય:] તેથી મોક્ષના ઇચ્છુક પુરુષે (આ દર્શનશાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯.
સમયસાર ગાથા ૪૧૧ : મથાળું જો આમ છે તો આમ (નીચે પ્રમાણે) કરવું- એમ હવે ઉપદેશ કરે છે – એમ કે જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે તો આમ કરવું એમ ગાથામાં ઉપદેશ કરે છે:
* ગાથા ૪૧૧ : ટીકા ઉપરનું પ્રવચન * “કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનશાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છેએમ સૂત્રની અનુમતિ છે.'
અહાહા...! જુઓ, આ વીતરાગી સંત, દિગંબર મુનિવર-આચાર્ય કુંદકુંદ ને આચાર્ય અમૃતચંદ્ર પોતે ખુલાસો કરે છે કે અમને આ જે બહારમાં નગ્નદશા અને પંચમહાવ્રતાદિ અઠ્ઠાવીસ મૂલગુણનો વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી. આ તો મૂળ ગાથા અને ટીકામાં પોકાર છે ભાઈ ! અરે પ્રભુ! આ તારા હિતની વાત છે બાપુ! દેહની નગ્નતા અને શુભરાગથી તું મોક્ષમાર્ગ માને પણ એ તો મિથ્યા શલ્ય છે બાપુ! એનાથી તારું મોટું અહિત થશે. અહા ! દેહની ને રાગની ક્રિયામાં મોક્ષમાર્ગ માની ત્યાં જ તે રમતું માંડી છે, પણ એથી તને ભારે નુકશાન છે ભાઈ ! કેમકે તે મોક્ષમાર્ગ નથી.
એક સમયની પર્યાય એ તો વ્યવહાર આત્મા છે. એ પર્યાયની પાછળ પૂરણ જ્ઞાન, આનંદ, શક્તિ, પ્રભુતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા ઈત્યાદિ અનંત ગુણ-સ્વભાવથી ભરેલો ભગવાન પોતે છે તે નિશ્ચય છે. અહા ! આવા આત્માને, અહીં કહે છે, નગ્નદશા અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com