________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૫૫ થતો નથી. પરશેયોને જાણતાં જીવને વિકાર થાય છે એમ નથી, પરંતુ અજ્ઞાની પ્રાણી બાહ્ય ચીજોને ઇષ્ટ-અનિષ્ટ અનુકૂળ-પ્રતિકૂળ માને છે તેથી તેને રાગદ્વેષ થાય છે, બાહ્ય પદાર્થો તેને રાગદ્વેષ કરે છે એમ નથી. આ ઠીક છે ને આ અઠીક છે એમ પરસૈયોમાં ઠીક–અઠીકની જૂઠી કલ્પના અજ્ઞાની કરે છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે, તે પરશેયો તેને વિક્રિયા ઉપજાવતા નથી, વા તે જ્ઞેયોને જાણવાથી રાગાદિ થાય છે એમ નથી.
આ શરીર સુંદર મનોહર છે અને આ ઘરેણાં-ઝવેરાત એની મહાન શોભા છેઆમ શરીર અને ઘરેણાંમાં ઇષ્ટપણાની કલ્પના-ભ્રાન્તિથી જીવને તત્સંબંધી રાગ થાય છે, પણ તે શરીરાદિ બાહ્ય ચીજ કાંઈ અને રાગ કરાવે છે એમ નથી. વળી બાહ્ય જ્ઞેયોને જાણતાં રાગ થાય એવો જ્ઞાનનો પણ સ્વભાવ નથી. જુઓ, છે ને અંદર કે જ્ઞાયક આત્મા શેયપદાર્થોથી ‘ગમ્ ગપિ વિયિાં ન યાયાત્' જરાપણ વિક્રિયા પામતો નથી. ભાઈ! ૫૨વસ્તુને જાણતાં વિક્રિયા પામે તો કેવળી પણ વિક્રિયા પામે, કેમકે વળી ત્રણકાળ ત્રણલોકને જાણે છે. (પરંતુ એમ છે નહિ.)
રાગનો પણ આત્મા જાણનાર છે, પણ રાગને જાણતાં એને રાગ થઈ જાય એવો એનો સ્વભાવ નથી. એ તો સાતમી ગાથામાં (ભાવાર્થમાં) આવી ગયું કે ૫૨ વસ્તુથી કાંઈ રાગ થતો નથી, પણ પર્યાયમાં ૫૨ તરફ બુદ્ધિ જતાં જે રાગી છે તેને રાગ થાય છે. શું કીધું? દર્શન, જ્ઞાન, ચારિત્ર છે એ તો આત્માની પર્યાય છે, તે પર્યાયને જાણતાં રાગ થાય એમ નહિ, પરંતુ રાગી છે તેને પર્યાયને-ભેદને જાણતાં રાગ થાય છે.
આત્મા વસ્તુ પૂર્ણ, અભેદ, એકરૂપ છે. તેમાં ભેદ પાડવો-આ જ્ઞાન છે, દર્શન છે,
ચારિત્ર છે એમ ભેદ પાડવો-એ રાગ છે. કેવળી ભગવાન ભેદને જાણે પણ તેમને રાગ થતો નથી; અહીં તો પ૨ને ને ભેદને જાણતાં રાગી જીવને રાગ થાય છે, કેમકે તેને પરમાં ને ભેદમાં ઠીક–અઠીકપણાની ભ્રાન્તિ છે, કલ્પના છે. ૫૨ને કે ભેદને જાણતાં રાગ થાય એમ નહિ, પણ પ૨ને જાણતાં રાગી પ્રાણીને રાગ થાય છે એમ વાત છે. સમજાણું કાંઈ....? બાપુ ! આ તો ન્યાયનો માર્ગ છે.
સાતમી ગાથાના ભાવાર્થમાં છેલ્લે કહ્યું છે-“ અહીં કોઈ કહે કે પર્યાય પણ દ્રવ્યના જ ભેદ છે, અવસ્તુ તો નથી; તો તેને વ્યવહાર કેમ કહી શકાય ?
સમાધાનઃ- એ તો ખરું છે પણ અહીં દ્રવ્યદષ્ટિથી અભેદને પ્રધાન કરી ઉપદેશ છે. અભેદષ્ટિમાં ભેદને ગૌણ કહેવાથી જ અભેદ સારી રીતે માલુમ પડી શકે છે. તેથી ભેદને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. અહીં એવો અભિપ્રાય છે કે ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા નથી થતી અને સરાગીને વિકલ્પ રહ્યા કરે છે; માટે જ્યાં સુધી રાગાદિક મટે નહિ ત્યાં સુધી ભેદને ગૌણ કરી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com