________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ર૬) : પ્રવચન રત્નાકર ભાગ-૧) અનંત અનંત જ્ઞાન, દર્શન, સ્વચ્છતા, પ્રભુતા, આનંદ ઈત્યાદિ અનંતી શક્તિથી ભરેલું તત્ત્વ-તેને, બહિર્મુખ લક્ષ છોડી, અંતર્મુખ થઈને પકડવો ને ત્યાં જ રમવું-ઠરવું તે એક જ મોક્ષમાર્ગ છે, બધું અંદરમાં છે ભાઈ ! બહાર કાંઈ નથી. વસ્તુ જ્યાં અંદર પડી છે ત્યાં દષ્ટિ કરી તેમાં જ ઉપયોગને રમાવવો-સ્થિર કરવો તે નિયત એક જ મોક્ષમાર્ગ છે. ભાઈ ! આ વ્યવહાર રત્નત્રય છે તે મોક્ષમાર્ગ નથી.
પણ તે સાધન તો છે? તેને ઉપચારથી, વ્યવહારથી આરોપ દઈને સાધન કહ્યું છે, તે વાસ્તવિક સાધન
નથી.
આ પુણ્યના પરિણામ મારા છે, મને ભલા છે એવો અજ્ઞાનીને જે મિથ્યા રસ ચઢી ગયો છે તે મિથ્યાત્વ છે. તેનું ફળ નિગોદ છે. અને આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું ફળ મોક્ષ છે. આ પંચમ આરાના મુનિરાજ કહે છે. કહે છે-જે પુરુષ નિર્મળ રત્નત્રયમાં પોતાને સ્થાપીને તેને જ ધ્યાવે છે, તેને જ અનુભવે છે તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિ જશે. ‘સમયચે સામ્ વિરતિ અવશ્ય વિજ્વતિ' - છે કે નહિ કળશમાં? અહો ! મુનિરાજને અતીન્દ્રિય આનંદના રસનો કસ ચઢી ગયો છે. કહે છે- આત્મા જ્ઞાનાદિ અનંતગુણ-રસથી ભરેલી કસવાળી ચીજ છે. એ ચીજને જેણે પોતામાં જાણી, માની અને ત્યાં જ જે રમ્યો-ઠર્યો તે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે. અહા ! પંચમ આરાના મુનિ કેવી ખુમારીથી વાત કરે છે. એમ કે ત્રીજે ભવે અમે મોક્ષ લેશું જ લેશું, પરમ અધ્યાત્મ તરંગિણીમાં “અચિરાત્” નો આ અર્થ કર્યો છે.
ભગવાન આત્મા જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. ક્ષેત્ર ભલે થોડું હો, પણ અમાપ. અમાપ અનંત શક્તિઓનું એકરૂપ એવો એ ચૈતન્યમહાપ્રભુ અનંત ગુણ-ઋદ્ધિઓનો ભંડાર છે. અરે ! એણે પર્યાય આડે નિજ સ્વભાવના સામર્થ્ય સામું કદી જોયું નથી! એક સમયની પર્યાય પાછળ નજર કરે તો ચૈતન્યચિંતામણિ નિર્મળાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. પુણ્ય-પાપ તરફ નજર કરે એ તો મિથ્યાત્વ છે, એનું ફળ નિગોદના અવતાર છે. આ સર્વજ્ઞ પરમાત્માનો પોકાર છે; અંદર ચૈતન્ય ઋદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ બિરાજે છે તેની અંતર્દષ્ટિ કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ રમણતા કરે તે મોક્ષમાર્ગ છે, તેનું ફળ મોક્ષ છે. ભાઈ ! જો મોક્ષની ઈચ્છા છે તો બહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, વ્રત-ભક્તિ આદિ વ્યવહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, અને અનંતા વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા અંદર વિરાજે છે તેનાં રુચિ-રમણતા કર; તે એક જ મોક્ષમાર્ગ છે.
' અરે! લોકો વ્રત-તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પના વમળમાં ભરાઈ પડ્યા છે. પણ વસ્તુ તો નિર્વિકલ્પ છે પ્રભુ! તારા વિકલ્પમાં તે કેમ જણાશે? કેમ અનુભવાશે? માટે ત્યાંથી બહાર નીકળી જા, ને વસ્તુ છે ત્યાં જા; તને પરમ આનંદ થશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com