________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
વનુ સ્વત:વ તૃપ્તઃ' ખરેખર પોતાથી જ (આત્મસ્વરૂપથી જ) તૃપ્ત છે, “સ:બાપાતવનરમીયમ્ ૩ ચમ્ નિષ્કર્મ-શર્મમયમ વત્તરમ્ તિ' તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ-સુખમય દશાન્તરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિતસ્વાધીન સુખમય દશાને પામે છે).
જોયું? કહે છે- પૂર્વે અજ્ઞાનદશામાં જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ચૈતન્યના પ્રાણોનો ઘાત કરનાર વિષવૃક્ષનું ફળ છે. ભગવાન આત્મા અમૃતનું ઝાડ છે, અને કર્મનું ફળ તો વિષવૃક્ષનો પાક છે. બે ભિન્ન વસ્તુ છે ભાઈ ! અહાહા..! ભગવાન આત્મા અમૃતસ્વરૂપ છે. તેને અવલંબીને પરિણમતાં સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રરૂપ અમૃતનાં ફળ પાક્યાં છે. પણ પૂર્વે અજ્ઞાનદશા હતી. અહા! તે અજ્ઞાનદશામાં અજ્ઞાનથી જે કર્મ બંધાયાં તેનું ફળ વિષવૃક્ષનું ફળ છે. તે કર્મના ફળરૂપે શાતાનો ઉદય આવે કે અશાતાનો ઉદય આવે-તે બધુંય વિષવૃક્ષનું ફળ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- અંતરંગમાં નિશ્ચળ ચારિત્રભાવને પ્રાપ્ત એવો હું તે કર્મના ફળને ભોગવતો નથી. તીર્થંકરનામકર્મની પ્રકૃતિનો ઉદય આવે તે પણ વિષવૃક્ષનું ફળ છે. એ તો જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે છે, અને ભગવાન કેવળી તેના ફળને ભોગવતા નથી. આવી વાત છે.
સમયસારમાં ૪૭ શક્તિઓમાં સૌ પ્રથમ જીવત્વ શક્તિ કહી છે. બીજી ગાથામાં નીવો વરિત્ત-વંસT-TIMડિવો' એમ કહ્યું છે ને? ત્યાં “નીવો' શબ્દ પડ્યો છે એમાંથી જીવત્વશક્તિ કાઢી છે. નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થયો તેનું જીવન જીવન છે અને તેને જીવ કહ્યો છે. બાકી રાગ-દ્વેષ-મોહુના ભાવમાં રમે તેને જીવ કેમ કહીએ? તે તો અનાત્મા છે, તેને વ્યવહાર આત્મા કહીંએ એનો અર્થ જ એ છે કે નિશ્ચયથી તે અનાત્મા છે.
અહીં કહે છે- કર્મરૂપી વિષવૃક્ષનાં જે ફળ છે તેને જ્ઞાની ભોગવતો નથી, કેમકે જ્ઞાની તેનો સ્વામી થતો નથી. ૭૩મી ગાથામાં (સમયસારમાં) કહ્યું છે કે પુણ્યપાપના ભાવોનું સ્વામી પુદ્ગલ દ્રવ્ય છે, આત્મા નહિ. ભાઈ ! દષ્ટિ અને દષ્ટિના વિષયમાં વિકારની વૃત્તિ નથી, માટે તે વિકારી ભાવનો સ્વામી જડ પુદ્ગલકર્મ છે. સમજાણું કાંઈ....?
તો પ્રવચનસારમાં છેલ્લે એમ આવે છે કે-મારા વિકારી અને અધિકારી જેટલા ધર્મો છે તેનો હું અધિષ્ઠાતા છું; મારા અનંતધર્મોનો હું સ્વામી છું?
સમાધાન: ભાઈ ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય ત્યાં તે અપેક્ષાથી તે યથાર્થ સમજવી જોઈએ. એ તો પર્યાયમાં જે વિકાર થાય છે તે પરદ્રવ્યના કારણે નહિ, પણ તે પોતાની પર્યાયની યોગ્યતાથી જ થાય છે એમ ત્યાં કહેવું છે. સર્વવિશુદ્ધજ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com