________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૫ અધિકારમાં પણ કહ્યું છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તે આત્મા છે, અને પુણ્ય-પાપના વિકલ્પ થાય તે પણ આત્મા છે. ત્યાં પણ જે પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય તે પરમાં થતા નથી અને પારદ્રવ્ય તેનું કર્તા નથી-એમ પારદ્રવ્યથી પોતાને ભિન્ન સિદ્ધ કર્યો છે. ભાઈ ! દ્રવ્ય-પર્યાય, ભેદ-અભેદ ઈત્યાદિ બધાં પડખાનું (સ્યાદ્વાદથી ) યથાર્થ જ્ઞાન કરવું જોઈએ ' અરે! વસ્તુનું અનેકાન્ત સ્વરૂપ એણે જવું છે તેવું જાણ્યું નથી! અનેકાન્તનું ફળ તો બાપુ! અમૃત છે. દષ્ટિ અને દષ્ટિના વિષયની વાત ચાલતી હોય ત્યારે એમ કહે કે સમ્યગ્દષ્ટિને આસવ-બંધ નથી. પણ એનો અર્થ શું? તેનો અર્થ એમ છે કે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી આસ્રવ-બંધ નથી. સમ્યગ્દષ્ટિને આસવ (–મંદરાગ પણ) કર્તવ્ય છે એમ અભિપ્રાય નથી, પણ તેને પર્યાયમાં સર્વથા આસવ-બંધ છે જ નહિ એમ અર્થ નથી. યથાખ્યાત ચારિત્ર પ્રગટ ન થાય ત્યાં સુધી યથાસંભવ જ્ઞાનીને કિંચિત્ આસ્રવ-બંધ છે.
અહાહા..જ્ઞાની કહે છે-હું તો ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા છું. જ્ઞાનાનંદ-સ્વભાવ તે મારું સ્વરૂપ છે, રાગ કાંઈ મારું સ્વરૂપ નથી. તેથી રાગનો હું સ્વામી નથી. શું કીધું? રાગ છે, પણ જ્ઞાની સ્વામી નથી. સ્વામીપણે જ્ઞાની રાગને ભોગવતો નથી. જ્ઞાની તો નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં લીન છે અને નિજ સ્વરૂપથી જ ખરેખર તે તૃપ્ત છે, પરિતૃપ્ત છે.
ચરિત્ત રથનું ઇમ્પો' એમ કહ્યું છે ને? અહાહા...! મોક્ષનું કારણ એવા એ ચારિત્ર નામ ધર્મની અહીં વ્યાખ્યા છે. કહે છે- જે કર્મફળને ભોગવતો નથી એવો જ્ઞાની ખરેખર પોતાના સ્વરૂપથી જ તૃપ્ત છે. કવો તૃપ્ત છે? કે તે પુરુષ જે વર્તમાન કાળે રમણીય છે અને ભવિષ્યમાં પણ જેનું ફળ રમણીય છે એવી નિષ્કર્મ સુખમય દશાંતરને તે પામે છે.
- હવે આમાં વ્રત, તપ, ભક્તિ , જાત્રા-તે ચારિત્ર એમ ક્યાં વાત છે? અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર બેહદ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ આત્મા છે તેને સાક્ષાત્ અનુભવમાં લઈ તેમાં જ ઠરી જવું તે ચારિત્ર છે. અહાહા...! જેનું ફળ પૂરણ શુદ્ધતાવીતરાગતા છે તેનું નામ ચારિત્ર છે. ચારિત્રમાં રાગનું સ્વામીપણું ને રાગનું કર્તાપણું છે જ નહિ-અહાહા..! રાગ અને રાગના ફળને ચારિત્રવંત પુરુષ કરતો ય નથી ને ભોગવતોય નથી.
રાગનું ફળ જ્ઞાનીને ખરેખર આવતું જ નથી. કિંચિત્ રાગ આવે તેને તે કેવળ જાણે-દખે છે, તેનો તે સ્વામી થતો નથી. બહુ ઝીણી વાત પ્રભુ! નિર્જરા અધિકારમાં ગાથા ૧૯૪માં કહ્યું છે– “ઉત્પન્ન થયેલા તે સુખ-દુ:ખને વેદે છે-અનુભવે છે, પછી તે સુખદુ:ખ ભાવ નિર્જરી જાય છે.” અશુદ્ધતા ઉત્પન્ન થઈને જ્ઞાનીને ખરી જાય છે. અશુદ્ધતાના કાળે જ્ઞાનીને કિંચિત્ સુખ-દુઃખ તો થાય છે પણ તત્કાળ તે ખરી જાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com