________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧) આકાર આવે છે તેમનો ત્યાગ કરીને) જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે, ત્યારે સ્વક્ષેત્રે રહીને જ પરક્ષેત્રગત શયોના આકારોરૂપે પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૮. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું એવા જ્ઞય પદાર્થોના વિનાશ વખતે) જ્ઞાનનું અસપણું માનીને અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું ) સ્વકાળથી (-જ્ઞાનના કાળથી) સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૯. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબનકાળે જ (માત્ર જ્ઞય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સપણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી (-શયના કાળથી) અસત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૦. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે. ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવન) સ્વ-ભાવથી સપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડ છે-નાશ પામવા દેતો નથી. ૧૧. વળી
જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ “સર્વ ભાવો હું જ છું’ એમ પરભાવને જ્ઞાયકભાવપણે માનીનેઅંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરભાવથી અસપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાન સામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૧૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૧૪.
(અહીં તત્-આતના ૨ ભંગ, એક-અનેકના ૨ ભંગ, સત્-અસના દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી ૮ ભંગ, અને નિત્ય-અનિત્યના ૨ ભંગ-એમ બધા મળીને ૧૪ ભંગ થયા. આ ચૌદ ભંગોમાં એમ બતાવ્યું કે-એકાંતથી જ્ઞાનમાત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે, અર્થાત્ એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી, અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, સ્વરૂપમાં પરિણમે છે.)
અહીં નીચે પ્રમાણે (૧૪ ભંગોના કળશરૂપે) ૧૪ કાવ્યો પણ કહેવામાં આવે છે -
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com