________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૪૩ છે તે જીવ પોતાના ભાવના સામર્થ્યથી રહિત થયો થકો અત્યંત જડ થઈ ગયો છે. જેવું નિમિત્ત આવે એવું પરિણમન કરવું પડે એમ માનનાર અત્યંત જડ થઈ ગયો છે. ભાઈ ! (દ્રવ્યની) એક સમયની પર્યાયની યોગ્યતા પોતાના ભાવના સામર્થ્યથી પોતાના કારણે છે; એનો ભાવ જે પડ્યો છે એમાંથી એ આવશે, કાંઈ પરભાવથી–નિમિત્તથી એ પ્રગટશે એમ છે નહિ. બાપુ! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. વળી આમાં તો હું આમ કરું ને તેમ કરું-એમ પરનું કરવાનાં બધાં અભિમાન ને બધો બોજો ઉતરી જાય છે. ભાઈ ! તને જે બોજો છે તે કાંઈ પરવસ્તુને લઈને નથી, તારી વિપરીત માન્યતાનો બોજો છે. તારી દશાની મર્યાદા તારી સત્તામાં રહી છે, બહારમાં નહિ; તો પછી બહારની ચીજ તને શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ...? પણ અરે! પરચીજથી મારો ભાવ ઉઘડે છે એમ માનીને અત્યંત નિક્ષેતન-જડ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે, અર્થાત્ અનંતા જન્મ-મરણ કર્યા કરે છે.
હવે કહે છે- “ચાવી તુ' અને સ્યાદ્વાદી તો “નિયત–સ્વમાવ–મવન–જ્ઞાનાત. સર્વન્માત વિમ$: મવન' (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (-સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, ‘સહન–સ્પષ્ટીકૃત–પ્રત્યય:' જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, ‘નાશમ્ પતિ ન' નાશ પામતો નથી.
અહાહા...! સ્યાદ્વાદી અર્થાત અનેકાન્તના સ્વરૂપને જાણનાર, પોતાનો ત્રિકાળ નિયત જે સ્વભાવ છે તેને અનુસરીને થવારૂપ જ્ઞાનને લીધે, પોતાનું વર્તમાન થવુંપરિણમવું છે તે પોતાના કારણે છે એમ જાણતો થકો પરથી ભિન્ન વર્તે છે. આ વાંચનશ્રવણ-ચિંતવન (વિકલ્પ) થી મારા જ્ઞાનનું પરિણમન આવે છે એમ જ્ઞાની માનતો નથી. એ તો સર્વ પરભાવોથી ભિન્ન નિર્મળ જ્ઞાનની દશાએ વર્તે છે. એના જ્ઞાનના પરિણમનની દશામાં પરથી વિભક્તપણું છે. મારા દ્રવ્યના લક્ષ મારો જે સ્વભાવ છે એનું એ પરિણમન છે એમ ધર્મી માને છે. ભાઈ ! બહુ અંતર બાપા! જ્ઞાની-અજ્ઞાનીની માન્યતા ને પ્રવર્તનામાં આભ-જમીનનું અંતર છે.
અહા ! જ્ઞાની જાણે છે કે –મારો આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, કર્તા, કર્મ, સાધન ઇત્યાદિ અનંત સ્વભાવોથી પૂરણ ભરેલો ભગવાન છે. પર કર્તા થાય, પર સાધન થાય ને પરનો આધાર મળે તો મારી પર્યાય ઉઘડે એમ છે નહિ. અહાહા...! મારો સ્વભાવ જ કર્તગુણથી, સાધનગુણથી ને આધારગુણથી પૂરણ ભરેલો છે તો મને પરની શું અપેક્ષા છે? અહા! આમ જેણે પોતાના સહુજ સ્વભાવનું –એક જ્ઞાયકભાવનું પ્રતીતિવિશ્વાસરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે તે જ્ઞાની, અહીં કહે છે, જિવિત રહે છે, અર્થાત્ પરમ આનંદને અનુભવે છે; નાશ પામતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com