________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
વળી કહે છે- “હું અવધિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈિતન્યસ્વરૂપ આત્માને જ સંતું છું.”
અવધિજ્ઞાનાવરણીય કર્મની એક જડ પ્રકૃતિ છે, તેના નિમિત્તે અવધિજ્ઞાનના અભાવમય જ્ઞાનની હીણી દશા છે. શું કીધું? અવધિજ્ઞાનાવરણીય કર્મ તે નિમિત્ત, અને અવધિજ્ઞાન રહિત જ્ઞાનની હીણી દશા તે નૈમિત્તિક. અહીં કહે છે-તે નૈમિત્તિક દશાને હું ભોગવતો નથી, તેના પર મારું લક્ષ નથી. હું તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું-અનુભવું છું. આ ત્રીજો બોલ થયો. –૩. હવે ચોથો બોલ.
“હું મન:પર્યયજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.'
મન:પર્યયજ્ઞાન નથી, તેનો અભાવ છે. તેને નથી ભોગવતો એટલે શું? સાંભળ ભાઈ ! અહીં તો કર્મફળનું ધણીપણું જ નથી એમ વાત છે. અહાહા....! જ્ઞાનીને પર્યાય તરફનું જોર જ નથી, એક નિજાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ જોર છે.
વળી કોઈ કહે છે- અવિને મન:પર્યય અને કેવળજ્ઞાન થતું નથી, માટે તેને પાંચેય પ્રતિઓનું આવરણ ન હોય; મન:પર્યયજ્ઞાનાવરણીય અને કત પ્રકૃતિઓનું આવરણ ન હોય. આની ચર્ચા સંપ્રદાયમાં ઘણા વરસ પહેલાં થઈ હતી. તે કહ્યું હતું કે અભવિને જ્ઞાનાવરણીય કર્મની પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે. અવિને પણ અંદર મન:પર્યયજ્ઞાન થવાની ને કેવળજ્ઞાન થવાની શક્તિ પડેલી હોય છે, પણ તેની તેને વ્યક્તતા કદી થતી નથી, અભવિ છે ને? માટે તેને પાંચેય પ્રકૃતિઓનું આવરણ હોય છે, અહીં ધર્મી પુરુષ કહે છે- મન:પર્યયજ્ઞાનાવરણીય કર્મના ઉદય નિમિત્તે મને મન:પર્યયજ્ઞાનનો અભાવ છે, પણ તેના તરફ મારું લક્ષ નથી, તેને હું ભોગવતો નથી. કોઈ મહા મુનિવરને મન:પર્યયજ્ઞાન હોય પણ છે. છતાં ધર્મી કહે છે- હું તો મારી ધ્રુવ ચૈતન્ય સત્તાને જ અનુભવું છું. અનુભવ છે તે તો પર્યાય છે, પણ એનું જોર દ્રવ્ય તરફનું છે. આવી વાત ! -૪.
હવે પાંચમો બોલઃ- “હું કેવળજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.”
કેવળજ્ઞાનાવરણીય નામની જડકર્મની પ્રકૃતિ છે. તેના નિમિત્તે કેવળજ્ઞાનનો સ્વતઃ અભાવ છે. ધર્મી જીવ કહે છે- કર્મનું નિમિત્ત અને નૈમિત્તિક એવા કેવળજ્ઞાનનાં અભાવરૂપ દશા-એના ઉપર મારી દષ્ટિ નથી; હું તો મારા શુદ્ધ એક ચિત્માત્રસ્વરૂપને જ સમ્યક્ પ્રકારે અનુભવું છું.
જુઓ, કર્મની ૧૪૮ કર્મપ્રકૃતિ છે. તેમાં જ્ઞાનાવરણીયની પાંચ છે. બધાને ૧૪૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com