________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહા ! ઘેર છ મહિનાના પરણેતરવાળો જુવાનજોધ દીકરો ગુજરી જાય, સોળ વર્ષની બાઈને વિધવા મૂકીને ચાલ્યો જાય તે વખતે જે અરતિના-નારાજગીના પરિણામ થાય તે મોહનીય કર્મનું ફળ છે. ધર્મી કહે છે હું તે અરતિને ભોગવતો નથી. હું તો આનંદના નાથ એવા આત્માને જ વેદું છું. અહા ! મારે વળી અરતિ કેવી ? જેમ બરફની પાટ શીતળ-શીતળ હોય છે તેમ ભગવાન આત્મા અંદર અતીન્દ્રિય શાંતિની શિલા છે. તેના વેદનમાં જ્ઞાની અતીન્દ્રિય શાંતિ-આનંદને વેદે છે. સમકિતીને કિંચિત્ અરતિ ભાવ હોય છે, તેને તે દષ્ટિની મુખ્યતામાં ગૌણ છે; જ્યારે અહીં તો મહા ચારિત્રવંત ધર્માત્માની વાત છે. અહા ! આવા ધર્મી પુરુષ જે નિજસ્વભાવમાં લીનપણે વર્તે છે તેમને તો અરતિનો ભાવ જ નથી. હવે આવી વાત બિચારો બહારની ધમાલમાં-વ્રત, તપના વિકલ્પ-રાગમાં પડયો હોય તેને ગોઠ નહિ, પણ બાપુ! એ વ્રત, તપ આદિનો રાગ એ કાંઈ તારું ચૈતન્યપદ નથી, એનાથી (-રાગથી) કાંઈ તારું રક્ષણ નહિ થાય. ધર્મી પુરુષ, અહીં કહે છે, અરતિને ભોગવતો નથી, આત્મલીન જ છે, અને ત્યાં જ એની સુરક્ષા છે. સમજાણું કાંઈ....?
શોકનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.” –૩૯.
અહા ! ઘેર કોઈ જુવાનજોધ દીકરાનું મરણ થાય તો એકદમ ઉદાસ-ઉદાસ એવું ગમગીન વાતાવરણ થઈ જાય. અરે ભાઈ ! કોણ મરે ને કોણ જીવે? વસ્તુ ભગવાન આત્મા તો શાશ્વત, ધ્રુવ, અનાદિઅનંત છે. અહાહા...! ભગવાન આત્મા તો નિત્ય જાગતો ઊભો છે. બેનમાં (વચનામૃતમાં) આવે છે ને કે- “જાગતો જીવ ઊભો છે, તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” અહાહા...! શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા અંદર બિરાજે છે તેના સામું તો જો; તને જરૂર તે પ્રાપ્ત થશે જ. અરે ! એને પરની લત-લગની લાગી છે, પણ પોતાની સામું કદી જોતો જ નથી ! અહીં જે નિરંતર સ્વસમ્મુખતા વડે શાંતિને ભોગવે છે તે કહે છે-હું શોકને ભોગવતો નથી, હું તો એક આત્મસ્વરૂપને જ વેદું છું. આવી વાત છે.
“હું ભયનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સચેતું છું.' -૪૦.
જુઓ, ભય નામની એક પ્રકૃતિ છે. તેના નિમિત્તે નૈમિત્તિક ભયની દશા થાય તેને, કહે છે, હું ભોગવતો નથી. હું નિર્ભયતાનો સમુદ્ર એવા ભગવાન આત્માને જ સંતું છું. અહાહા...! ધર્મી પુરુષ તો સદાય નિઃશંક અર્થાત્ નિર્ભય હોય છે. નિઃશંકતા – નિર્ભયતા એ તો સમકિતીનું અંગ છે; તેને કોઈ ભય હોતો નથી.
હું જુગુપ્સાનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચતું છું.' –૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com