________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૯૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) સંયમની વીતરાગી પર્યાયરૂપે પોતે આત્મા પરિણમે છે ને! માટે આત્મા જ સંયમ છે એમ વાત છે.
બહારના ક્રિયાકાંડ-છકાયના જીવોની દયા પાળે, પાંચ મહાવ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે-તે કાંઈ સંયમ નથી એ તો બધો રાગ છે બાપુ! જેમ જીવાદિ નવતત્ત્વની ને દેવગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા સમકિત નથી (રાગ છે) તેમ છ કાયની દયા વગેરે પાળવાના વિકલ્પ પણ સંયમ નથી. અંદર જ્ઞાનાનંદસ્વરૂપી નિત્યાનંદ પ્રભુ પોતે ભગવાન છે, ઉપયોગ ત્યાં જ રમે અને ત્યાં જ જામે એનું નામ સંયમ છે, એનું નામ ચારિત્ર છે. અહાહા....! ઉપયોગ સ્વરૂપમાં રમે ત્યાં પ્રચુર અતીન્દ્રિય આનંદનું પરિણમન થાય તેનું નામ સંયમ છે. જ્ઞાનનું જ્ઞાનમાં રમમાણ થવું તે સંયમ છે.
ગાથા ૧૫૫ની ટીકામાં આવે છે કે “સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું- પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવુંપરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન ( પરિણમન) જ છે.” આ પ્રમાણે સંયમ જ્ઞાનનું ભવન જ છે તેથી જ્ઞાન જ સંયમ છે એમ વાત છે; કમક જ્ઞાન નામ આત્માથી સંયમ કોઈ જુદી ચીજ નથી.
હા, પણ એનું સાધન તો હોય ને?
સાધન? એ તો જેને અંદરમાં સ્વસ્વરૂપનું ભાન થયું છે તેને વ્રત, તપ, દયા ઈત્યાદિના રાગની મંદતાના વિકલ્પ આવે છે અને તેને વ્યવહારથી સાધન કહે છે પણ તેનાથી કાંઈ સાધ્યની સિદ્ધિ થતી નથી. સહકારી નિમિત્તે જાણી આરોપ કરીને તેને વ્યવહારથી સાધન કહ્યું છે. તે કાંઈ વાસ્તવિક સાધન નથી. આવી વાત છે! સમજાણું કાંઈ..! (વાસ્તવિક તો પોતે જ પોતાનું સાધન છે).
જુઓ, અહીં સમ્યગ્દર્શન, સંયમ વગેરે પર્યાય છે તેને આત્મા કહેલ છે, જ્યારે ગાથા ૧૧માં તેને વ્યવહાર કહી અભૂતાર્થ કહેલ છે. નિયમસારની ૩૮ વગેરે ગાથામાં પુણ્ય-પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ સુદ્ધાં જેટલી પર્યાયો છે તે સર્વને પરદ્રવ્ય કહી હુંય કહી છે.
પ્રશ્ન:- તો બન્નેમાં સાચું શું?
સમાધાન- બન્નેય વાત અપેક્ષાથી સાચી છે. ભાઈ ! અનેકાન્તથી બધું સિદ્ધ થાય છે. અનાદિથી આ જીવ પર્યાયદષ્ટિ રહી ચોરાસીના અવતારમાં રઝળે છે. તેને નાશવંત પર્યાયનો આશ્રય છોડાવી ત્રિકાળી ધ્રુવ એક શુદ્ધભાવનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્યાં નિયમસારમાં સર્વ પર્યાયોને પારદ્રવ્ય કહી હેય કહી અને એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com