________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) આવે, અરે! એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જાય એવું તત્ત્વ પ્રતિ આડોડાઈનું મહા વિષમ ફળ છે. અધિક શું કહીએ? એટલે તો કહે છે-દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; બીજે મા વિહર. એ જ હવેના બોલમાં કહે છે:–
તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ શેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરિદ્રવ્યોમાં જરાપણ ન વિહર.'
અહાહા..! કહે છે- પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. આ શુભાશુભ રાગાદિ ભાવમાં મત જા. રાગાદિ ભાવ તો દુ:ખનો પંથ છે બાપુ! ત્યાં જતાં તારું સુખ લુંટાય છે. તું નિર્ધાર તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપી પરમેશ્વર છો. હુમણાં પણ અંદર પરમેશ્વર છો હોં, જો ન હોય તો પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી ? તો કહે છે- નિજ જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. અહા! જ્ઞાનરૂપને એકને જ અવલંબતાં પુણ્ય-પાપનું આલંબન છૂટી જાય છે અને સ્વભાવના વશે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે- તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિહરવાનું કહ્યું
ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું-વ્યવહારનું પણ આલબન છે એમ નથી. સમજાણું કાંઈ....? પાઠમાં છે કે નહિ! છે ને “જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો....' આવી વાત છે.
સમોસરણમાં વાઘ, સિંહ વગેરે સંકડો પશુઓ વાણી સાંભળવા આવે. સ્વર્ગના ઇન્દ્રો ને દેવોનાં વૃંદ, ને શ્રાવક-શ્રાવિકાઓ ને મુનિવરો વાણી સાંભળવા આવે. અહા ! ભગવાનના શ્રી મુખેથી નીકળેલી તે વાણી કેવી હશે? ભગવાનની મૂધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ વિચારે અને આગમની રચના કરે-તે વાણીનો શું મહિમા કહીએ?
મુખ કારધુનિ સુનિ, અર્થ ગણધર વિચારે;
રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંસય નિવારે. અહો! એ વાણી કેવી દિવ્ય અલૌકિક હશે? અરે! ભરતે હમણાં ભગવાનના વિરહ પડી ગયા; પણ વાણી રહી ગઈ. એમાં કહે છે- પ્રભુ! તારા દ્રવ્યસ્વભાવનો તને કદીય વિરહ્યું નથી, અંદર જ્ઞાન, શાન્તિ અને આનંદનું ધ્રુવ દળ પડ્યું છે. તે એક જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર, બીજે મત વિહર. નિજસ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચેન પડે એમ નથી.
ત્યારે કેટલાક કહે છે કે તમે (-કાનજી સ્વામી) વ્યવહારથી લાભ માનતા નથી. અરે ભાઈ ! વ્યવહાર-રાગ તો બંધનું-દુ:ખનું કારણ છે બાપુ! એની રૂચિ છોડી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com