________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૭૩ થી ૩૮ર : ૩૭ (શાર્દૂલવિક્રીડિત) पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम्।। २२२।। જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ, આવો વસ્તુસ્વભાવ છે, તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સુંધી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [પૂર્ણ–– વ્યુત–શુદ્ધ-વો–મહિમા ગયે વોલ્ફી] પૂર્ણ, એક, અય્યત અને શુદ્ધ (-વિકાર રહિત ) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [ વીધ્યાત્] શય પદાર્થોથી [ 1 સપિ વિયિાં ન યાયાત્] જરા પણ વિક્રિયા પામતો નથી, [વીપ: પ્રશ્યન્ રૂવ] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી (-પ્રકાશાવાયોગ્ય ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. [તતી ત:] તો પછી [તવસ્તુરિથતિ–વોઈ–વધ્ય-ષિUT: ક્વે જ્ઞાનિનઃ] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [વિમ્ સદનીમ્ ૩૬ સીનતામ્ મુન્તિ, રા+1ષમયમવન્તિ] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડ છે અને રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદવે શોચ કર્યો છે.)
ભાવાર્થ- જ્ઞાનનો સ્વભાવ શેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. યોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગીઢષી-વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદવે શોચ કર્યો છે કે- “વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીનઅવસ્થારૂપ કેમ રહેતો નથી?' આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ ર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com