________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩) : પ્રવચન રત્નાકર ભાગ-૧)
અહાહા...! જ્ઞાની કોને કહીએ? કે અંદર પૂરણ જ્ઞાન અને પૂરણ આનંદના સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છતી વિદ્યમાન વસ્તુ છે તેનો આશ્રય કરી, નિમિત્ત, રાગ અને વર્તમાન પર્યાયનો આશ્રય છોડે છે તેને અંદર નિરાકુળ આનંદના સ્વાદયુક્ત જ્ઞાનદશા-ધર્મદશા પ્રગટ થાય છે અને તે જ્ઞાની જાણે છે કે પૂર્વે બાંધેલું જે કર્મ સત્તામાં પડયું હતું તે ઉદયમાં આવીને પ્રગટ થયું છે, તેના ફળને હું જ્ઞાતા-દષ્ટા રહીને જાણુ-દેખું છું. જે વિકારના પરિણામ થયા તેને હું માત્ર જાણું–દેખું છું. તે પુણ્ય-પાપના ફળને હું મારામાં ભેળવતો નથી, તેઓ મારા છે એમ હું અનુભવતો નથી.
' અરે ! અજ્ઞાની જીવ અનાદિ કાળથી બહારની જંજાળને ચોંટી પડ્યો છે. તે દયા, દાન, વ્રત આદિના રાગની રુચિમાં એવો તો ફસાઈ પડ્યો છે કે પોતાનું નિરુપાધિ અકૃત્રિમ ચૈતન્યમય અસ્તિત્વ તેને નજરમાં આવતું નથી. અહા ! પોતે ત્રિકાળ છે, છે ને છે એમ એને વિશ્વાસ બેસતો નથી. આ શુભાશુભ વિકારના પરિણામ થાય તે ક્ષણિક, કૃત્રિમ ઉપાધિ છે અને તે પુદગલની છાયા છે. અને તેનું ફળ જે હરખ-શોક આવે તેય બધો પુદ્ગલનો જ પરિવાર છે. તથાપિ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલીને એમાં જ પોતાપણું માનીને અનાદિકાળથી તે ત્યાં જ અટકી ગયો છે. આ મહા શલ્ય છે. આ મહાશલ્યને જેણે નિજ સ્વરૂપની દષ્ટિ કરીને મટાડયું છે, નિવાર્યું છે તે જ્ઞાની છે. આ જ્ઞાની કહે છે કે-જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું માત્ર ઉદાસીનપણે જાણે-દેખું જ છું, હું તેનો ભોક્તા થતો નથી.
અહાહા...! અંદર આનંદનો નાથ પ્રભુ પોતે ત્રિકાળ ધૂવ-ધૂવ-પ્રૂવ એવા ચૈતન્યના પ્રવાહસ્વરૂપ વિદ્યમાન વસ્તુ છે, તેમાં વિકાર નથી, અપૂર્ણતા નથી. અહા! આવી પોતાની વસ્તુની જેને અતિશય લય લાગી છે તે સ્વના આશ્રયે પરિણમી જાય છે અને ત્યારે તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં સાથે આનંદ સહિત અનંતગુણની અંશે વ્યક્તતા થાય છે. આવી જેને સ્વાનુભવની દશા પ્રગટી છે તે જ્ઞાની છે. તે જ્ઞાની એમ માને છે કે જે કર્મનું ફળ ઉદયમાં આવે તેને હું ભોગવતો નથી, હું તો તેને માત્ર જ્ઞાતાદષ્ટ પણે જાણું–દેખું જ છું. આવું શ્રદ્ધાન ચોથે ગુણસ્થાનેથી હોય છે. અહીં એથી વિશેષ ચારિત્રની વાત છે. તો કહે છે કે હું (–જ્ઞાની) તેનો કર્તા-ભોક્તા નથી, માટે તે કર્મ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ અર્થાત્ હું મારા ચૈતન્યસ્વરૂપમાં જ લીન રહું છું અને સ્વરૂપમાં લીન થયો થકો તેનો જ્ઞાતા-દરા જ છું. આવી વાત!
હવે કહે છે- “અહીં એટલું વિશેષ જાણવું કે- અવિરત, દેશવિરત તથા પ્રમત્ત સંયત દશામાં તો આવું જ્ઞાન-શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ અનુભવ સાક્ષાત્ હોય છે.' જુઓ, ચોથા, પાંચમા ગુણસ્થાનોમાં રાગની એક્તા તૂટી છે, પણ હજુ અસ્થિરતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com