________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
तत्प्रति प्रीति चितेन येन वार्ताऽपि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।। ભાઈ ! સમ્યગ્દર્શન વિના ચારિત્ર નામ મુનિદશા હોતી નથી, એવો માર્ગ છે. અહીં તો સર્વ વિકારને છોડી ચૈતન્યમાત્ર આત્માને જ અવલંબે એનું નામ ચારિત્ર છે. એ જ કહ્યું અહીં કે- સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચિત્માત્ર આત્માને અવલંબું છું; તેમાં જ લીન રહું છું. આવી વાત છે.
પંચેન્દ્રિયના વિષયો પ્રતિ જેને રાગ છે એ તો ઝેરના પ્યાલા જ પીએ છે, પણ દયા, દાન, વ્રતાદિના વિકલ્પો પ્રતિ જેને રાગ છે એય ઝેરના જ પ્યાલા પીએ છે, તેને અમૃતનો સ્વાદ નથી. અહાહા..! અમૃતનો સાગર તો અંદર આનંદનો નાથ પ્રભુ એકલા અમૃતથી પૂર્ણ ભરેલો પ્રભુ છે. અહા ! તને અવલંબી તેમાં જ લીન-સ્થિર થવું એ ભરપુર આનંદનો-અમૃતનો સ્વાદ છે અને તેને જ ભગવાન કેવળી ચારિત્ર કહે છે. આ સિવાય કોઈ ઘર છોડ ને દુકાન છોડ ને બાયડી-છોકરાં છોડ ને વસ્ત્ર છોડી નગ્ન થઈ વ્રત ધારણ કરે, પણ એ કાંઈ ચારિત્ર નથી. સમજાણું કાંઈ....?
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છે:( ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય અર્થનું કાવ્ય કહે છે:-)
* કળશ ૨૩૦ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (સમસ્ત કર્મફળની સંન્યાસ ભાવના કરનાર કહે છે કે-) “ર્મ–વિષ- ત$– નાનિ' કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ “મમ મુ િમન્તરે પવ' મારા ભોગવ્યા વિના જ ‘વિયાતખ્ત' ખરી જાઓ: ‘ગદમ્ ચૈતન્ય—માત્માનમ્ ગાત્માનમ્ કવનં સન્વેતકે' હું (મારાં ) ચૈતન્ય સ્વરૂપ આત્માને નિશ્ચળપણે સંચેતું છું-અનુભવું છું.
જુઓ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મ છે, તેના વિશેષ ભેદ ૧૪૮ છે. તે સમસ્ત કર્મફળના ત્યાગની ભાવના કરનાર ધર્માત્મા કહે છે કે-કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ મારા ભોગવ્યા વિના જ ખરી જાઓ, જુઓ, શું કહે છે? સમસ્ત કર્મના ફળ વિષવૃક્ષનાં ફળ છે. આ તીર્થંકર પ્રકૃતિનું ફળ તે વિષવૃક્ષનું ફળ છે. આકરી વાત છે પ્રભુ! ધીરજ રાખીને વાત સાંભળવી. જ્ઞાનીને શુભભાવને લઈને તીર્થંકર ગોત્રકર્મ બંધાય છે. તે શુભભાવ ઝેર છે, જ્ઞાની તેનાથી પાછો હુઠી ગયો છે. હવે, પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ આવે તે પણ વિષતનું ફળ છે, તે ભોગવ્યા વિના જ ખરી જાઓ એમ જ્ઞાની કહે છે. કોઈને આ નવું લાગે પણ બાપુ ! આ તો અનાદિસિદ્ધ વીતરાગનો મારગ જ આ છે. અહાહા....! આનંદકંદ અમૃતનો સાગર પ્રભુ આત્મા પૂરણ આનંદ-અમૃતથી સર્વાગ ભરેલો છે. તેનું ફળ તો અતીન્દ્રિય આનંદનું વેદન છે. અહા ! આવા આનંદનો ભોક્તા જ્ઞાની કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com