________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૬૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ચેતના એટલે જડકર્મની આ વાત નથી. કર્મ એટલે રાગરૂપી કાર્ય, રાગનું-વિકારનું કરવાપણું–તે કર્મચેતના છે; તે આત્માની જ્ઞાનચેતના નથી. ભાઈ ! દયા, દાન, પૂજા, ભક્તિના શુભભાવ ને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ તે બન્ને કર્મચેતના છે.
રાગમાં હરખ થવો અને દ્વેષમાં કંટાળો થવો, અણગમો થવો-તે હરખ-શોકનું જે વેદવું થાય તે કર્મફળચેતના છે. કર્મચેતનારૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ, દુઃખ, હુરખ, શોકનું વેદવું જે થાય કર્મફળચેતના છે. કર્મફળ એટલે જડકર્મનું ફળ એમ વાત અહીં નથી.
આત્માનો જે શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપરૂપ શુભાશુભભાવ છે તેને અહીં વિકારી કાર્યરૂપ કર્મચેતના કહેલ છે, અને તેના ફળ તરીકે હરખશોકનું વદન થવું તે કર્મફળચેતના છે. જડકર્મ અને જડકર્મનું ફળ-એમ આ વાત નથી. શુભાશુભ રાગ થાય તેમાં આ ઠીક છે એવું જે હરખનું-સુખનું વદન થાય તે કર્મફળચેતના છે, અને તેમાં આ અઠીક છે એવું જે દુઃખનું-શોકનું વદન થાય તેય કર્મફળચેતના છે.
આ કર્મચેતના ને કર્મફળચેતના-બન્ને આસ્રવ છે. બંધનું કારણ છે, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. આત્માના નિરાકુલ આનંદસ્વભાવથી બંને વિરુદ્ધ ભાવ છે. પુણ્ય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક તેમાં એકાગ્ર થવું તે બધું દુઃખનું વેદન છે ભાઈ ! બને ચેતના એક સાથે જ હોય છે. રાગ વખતે જ રાગનું વેદન છે. જુઓ સમયસાર ગાથા ૧૦૨માં આવ્યું છે
जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता ।
तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा।। १०२ ।। જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો આત્મા ખરેખર કર્યા છે, તે ભાવ તેનું કર્મ થાય છે, અને આત્મા તે ભાવરૂપ કર્મનો ભોક્તા થાય છે. છે? પ્રભુ! એકવાર તું સાંભળ. આત્મા, અહાહા...! ચૈતન્યસ્વભાવથી ભરેલો ભગવાન એકલા અનાકુળ આનંદના રસનું દળ છે. તેમાં જેટલા પુણ્ય-પાપના ભાવ તેની પર્યાયમાં થાય તે બધા આત્માની શાંતિ અને આનંદથી વિરુદ્ધ છે. અહીં શુભ-અશુભ ભાવને કર્મ કહ્યું. કર્મ એટલે કાર્ય-તે કર્મચેતના છે. અને તે કાળે તેનું વેદના થવું તે કર્મફળચેતના છે. જડ (પુદ્ગલ) કર્મ અને કર્મફળની વાત નથી. ભાઈ ! જે શુભાશુભ ભાવ થાય તે ધર્મ નથી, કર્મ છે, કર્મચેતના છે. સીધી ભાષામાં કહીએ તો એ બધાય ભાવ અધર્મ છે.
અહીં કહે છે તે કર્મચેતના અને કર્મફળચેતના તે બન્ને વિપરીત, વિકારી ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com