________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) અંગ કોને કહેવાય? તેનું જ્ઞાન શ્રી ગણધર ભગવાનને અંદર પ્રગટ થયેલું હોય છે. તેને દ્વાદશાંગ કહે છે. આ દ્વાદશાંગ વાણીને શબ્દબ્રહ્મ કર્યું છે. આ સમયપ્રાભૂતને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે, કારણ કે તે પરબ્રહ્મસ્વરૂપ પરમાત્માને કહેનારું છે, બતાવનારું છે.
હવે કહે છે- “જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને “પરમાનંદ” કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે.'
અહા! પ્રત્યેક પદાર્થમાં જે ક્રિયા થાય છે તેની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા છે. પરમાણુની પ્રતિસમય જ અવસ્થા થાય તે પરમાણુની વ્યવસ્થા છે, આત્મા તેને કરે નહિ, કરી શકે નહિ; કેમકે આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત્ દેખાડે છે. અહો! આત્મા વસ્તુ છે ને સ્વયં અસ્તિ છે. તેને શાસ્ત્રથી જાણીને જ તેમાં જ ઠરશે તે, કહે છે, પરબ્રહ્મને પામશે. તેને અતિશય, ઉત્તમ, સ્વાધીન, અવિનાશી, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થશે. સ્વપરપ્રકાશક ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે, તેમાં જ દષ્ટિ કરી, લીન-સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે. આવે છે ને કે
લાખ બાતકી બાત યહી નિશ્ચય ઉર લાવો,
તોરિ સકલ જગદંદ-ફંદ, નિત આતમ ધ્યાવો.” અહા ! સ્વસ્વરૂપ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દષ્ટિ કરીને ઠરશે તે ઉત્તમ અનાકુળ સુખને પામશેઃ પરમબ્રહ્મ જેવો પૂર્ણાનંદ પ્રભુ છે તેવો પર્યાયમાં પોતે જ પ્રગટ થશે. લ્યો, આવી
વાત !
હવે ઓલા મૂઢ લોકો પૈસામાં ને બાયડીમાં સુખ માને, ને રૂપાળા બંગલામાં સોનાના હિંડોળે હિંચવાથી સુખ માને, પણ એ તો બધી સુખની મિથ્યા કલ્પના બાપુ ! ઝાંઝવાના જળ જેવી. એ તો બધી પર ચીજ છે, એમાં ક્યાં તારું સુખ છે? એમાં તું છો જ ક્યાં ? અહીં તો એમ કહે છે કે- સર્વજ્ઞસ્વભાવી પ્રભુ તું પોતે જ સુખ-સ્વરૂપ છો, તેમાં દષ્ટિ કરીને ઠરે તો તું ઉત્તમ અવિનાશી સુખને પ્રાપ્ત થઈશ. આ જ માર્ગ છે ભાઈ ! હવે પ્રેરણા કરે છે કે
માટે હું ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણના અર્થ આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.'
હવે, આ દાકતરી ને વકીલાતના અભ્યાસમાં તો કાંઈ (હિત) છે નહિ, એ તો પાપનો અભ્યાસ છે. માટે હે ભાઈ! નિજ કલ્યાણના અર્થ આ પરબ્રહ્મને પ્રકાશનારું - બતાવનારું એવું જે શાસ્ત્ર તેનો અભ્યાસ કરો, તેનું જ શ્રવણ-ચિંતન-મનન કરો ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com