________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૪૧૨
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेय। तत्थेव विहर णिचं मा विहरसु अण्णदव्वेसु।। ४१२।। मोक्षपथे आत्मानं स्थापय तं चैव ध्यायस्व तं चेतयस्व।
तत्रैव विहर नित्यं मा विहार्षीरन्यद्रव्येषु ।। ४१२।। હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છે -
તું સ્થા૫ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. ગાથાર્થ - (હે ભવ્ય !) [ મોક્ષપથે] તું મોક્ષમાર્ગમાં [ માત્માનું સ્થાપય] પોતાના આત્માને સ્થાપ, [વ ાવ ધ્યાયq] તેનું જ ધ્યાન કર, તું વેતસ્વ] તેને જ ચેતઅનુભવ અને [ તત્ર વ નિત્ય વિદ૨] તેમાં જ નિરંતર વિહાર કર; [બન્યદ્રવ્યપુ મા વિદાર્થી.] અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર.
ટીકાઃ- (હે ભવ્ય !) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શનજ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ; તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડ અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા; તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત-અનુભવ; તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઊપજે છે તે-પણા વડ (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (–દર્શનશાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર; તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવા સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર
ભાવાર્થ- પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે. તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપવો, તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્ય દ્રવ્યોમાં ન પ્રવર્તવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com