________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૨૦૧
બધાય જીવો વીતરાગસ્વરૂપ ભગવાન છે. અભવિ જીવ પણ સ્વભાવથી તો જિનસ્વરૂપ છે. પણ તેથી શું? અહીં તો દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સ્વભાવમાં સ્થિતિ કરીને (પર્યાયપણે) સ્વસમય થાય એની વાત છે. દ્રવ્યરૂપ સ્વસમય છે તે પર્યાયરૂપ સ્વસમય થાય એની વાત છે. જેવું સ્વરૂપ છે તેવું દ્રવે-પ્રવહે છે. સ્વસ્વરૂપની સન્મુખ થઈ જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનની રમણતાપૂર્વક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરે છે એમ વાત છે. આવો અલૌકિક મારગ છે ભાઈ !
ભાઈ ! આ સમજવાનો અવસર છે હોં. જુઓને, આ પચીસ વર્ષનો ફુટડો જુવાન હોય ને ઘડીકમાં ફૂ થઈ જાય છે. ખબર ન મળે બધા સંજોગ ક્યાં ગયા? દેહ તો છૂટવાના કાળે છૂટી જ જાય; તેને કોણ રોક? તો પહેલેથી જ તેની મમતા છોડી દે ને; દેહબુદ્ધિ છોડી દે ને. દેહબુદ્ધિ છૂટતાં પુણ્ય-પાપના ભાવ મટી જશે.
અહીં કહે છે- પુણ્ય-પાપરૂપ પરસમયને દૂર કરીને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતિ કરવી તે મોક્ષમાર્ગ છે. મુનિરાજને જે વ્યવહારનો વિકલ્પ ઉઠે તે મોક્ષમાર્ગ નથી. એ તો એને રાગ-બોજો છે. એને છોડીને સ્વરૂપમાં રમણતા કરે તે મોક્ષમાર્ગ છે. મુનિરાજ નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપ મોક્ષમાર્ગને પોતામાં જ પરિણાવીને સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પ્રાપ્ત કરી લે છે. જુઓ, આ મોક્ષમાર્ગનું ફળ! સંપૂર્ણ વિજ્ઞાનવસ્વભાવની પ્રાપ્તિ અર્થાત્ કેવળજ્ઞાન તે મોક્ષમાર્ગનું ફળ છે. હવે તે ત્યાગગ્રહણથી રહિત થયો છે. સ્વસ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ એ પણ હવે ત્યાં રહ્યું નથી. તે સાક્ષાત્ સમયસારભૂત છે. વસ્તુ દ્રવ્ય છે તે તો સમયસાર છે અને હવે તે પર્યાયમાં સાક્ષાત્ પ્રગટ સમયસાર છે. સમયસાર નાટકમાં આવે છે ને કે
જ્ઞાનકલા ઘટઘટ બર્સ, જોગ જાગતિ કે પાર;
નિજ નિજ કલા ઉદીત કરિ, મુક્ત હોઈ સંસાર. દ્રવ્યસ્વભાવ તો અંતરંગમાં જિનસ્વરૂપ છે; રાગની એકતા તોડીને સ્વરૂપમાં રમણતા કરતાં તે પ્રગટ થાય છે. આ જ મારગ છે ભાઈ ! કોઈ ક્રિયાકાંડનો આડંબર કે લેબાસ મારગ નથી.
પ્રશ્ન:- હા, પણ દર્શન શુદ્ધિ તો સાવ સહેલી છે; ભગવાનનાં દર્શન, પૂજા કરીએ એટલે દર્શનશુદ્ધિ થઈ જાય.
ઉત્તર:- દર્શનશુદ્ધિ શું ચીજ છે બાપુ ! તને ખબર નથી. જેમાં આત્માના અંતરંગ સ્વરૂપની ઓળખાણ-પહેચાન થતાં અનંતગુણોની અંશે વ્યક્તતા થઈ નિરાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રત્યક્ષ આવે તેનું નામ દર્શનશુદ્ધિ છે. શુદ્ધિવંત-દષ્ટિવંત પુરુષો ભગવાનનાં દર્શન આદિ રોજ નિયમથી કરે એ જુદી વાત છે. પણ એ કાંઈ દર્શનશુદ્ધિ નથી. જેમાં મોક્ષસુખનો નમુનો અંશ અનુભવાય અને હું પૂરણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com