________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) છે તેનો કર્તા નથી, જ્ઞાતા-દષ્ટા છે. અહા! પોતાને રાગનો કર્તા માને એ તો મિથ્યાદષ્ટિ છે ભાઈ ! ધર્માત્મા તો રાગને મોહનો વિલાસ જાણે છે. શુભાશુભ ભાવ એ મોહનો વિલાસ છે ભાઈ ! એ પુદ્ગલનો વિલાસ છે, એ કાંઈ જીવવિલાસ નથી. ધર્મી જીવ અને કાંઈ ચૈતન્યનો વિલાસ જાણતા નથી, પોતાની ચીજ જાણતા નથી. આ ભક્તિકાળે તેને જે ભગવાન પ્રતિ રાગ થાય છે તેને તે ય જાણે છે. જેમ અંદર જ્ઞાયકસ્વરૂપનો તેને આદર છે તેમ રાગનો તેને આદર નથી. શુભરાગ આવે ખરો, પણ તેને તે હેય જ જાણે છે, અહીં તો એથીય વિશેષ ચારિત્રવત પુરુષને રાગનો અભાવ વર્તે છે, રાગ થતો જ નથી એની વાત કરે છે.
જુઓ, ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય આનંદના સ્વાદની માત્ર ઝલક આવે છે. જ્યારે ચારિત્રવત મુનિરાજને તો વિશેષ સ્વરૂપ-રમણતા થવાથી અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે, તેને પ્રચુર આનંદ હોય છે. અહાહા....! મુનિરાજ જાણે અકષાયી શાન્તિનો પિંડ! ' અરેઅનંતકાળથી અજ્ઞાની જીવે રાગનું આચરણ કરી-કરીને પોતાને ધર્મ થાય છે એમ માન્યું છે. પણ તે છેતરાઈ રહ્યો છે ભાઈ ! મારગ એવો નથી બાપા! રાગથી લાભ થવાનું માનીને તે તારા ચૈતન્યને હણી નાખ્યું છે, ઘાયલ કર્યું છે ભાઈ! પાછો વળ બાપુ! જો, અહીં ધર્મી પુરુષ શું કહે છે કે-મોહુના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાં આવતું કર્મ તે સમસ્તની આલોચના કરીને નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ નિરંતર વર્તુ છું. સમસ્ત કર્મને આલોચું છું. એટલે શું? કે તેનાથી ભિન્ન પડીને અંદર સ્વસ્વરૂપમાં લીન થાઉં છું. અહા! તે ઉદયમાન કર્મ મારી ચીજ નથી એમ જાણી નિષ્કર્મ એવા સ્વસ્વરૂપમાં જ નિરંતર વર્તુ છું. લ્યો, આવી વાત! હવે લોકોને બિચારાઓને સત્ય સાંભળવા મળ્યું ન હોય એટલે વિરોધ કરે, પણ ભાઈ ! જૈન પરમેશ્વરે વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. રાગને ધર્મ માને એ તો આત્મઘાતી મહાપાપી છે.
પ્રશ્ન- તો શાસ્ત્રોમાં ભગવાનની ભક્તિ, સ્તુતિ, દર્શન, પૂજા કરવાં ને વ્રત, તપ આચરવાં વગેરેનું વિધાન છે ને?
સમાધાનઃ- હા, છે; પણ એ બધાં વ્યવહારનાં કથન છે બાપુ! ધર્મી પુરુષોને તે તે ભાવો યથાસંભવ આવે છે તેનું ત્યાં શાસ્ત્રોમાં વિધાન છે. ધર્મ-પરિણતિની સાથે બિહારમાં સહુચરપણે નિમિત્ત કેવું હોય છે તેનું જ્ઞાન કરાવવા ત્યાં નિમિત્તની મુખ્યતાથી કથન કરેલું હોય છે, પણ એ (-શુભરાગ ) કાંઈ એના સમ્યગ્દર્શનનું કે ધર્મનું વાસ્તવિક કારણ નથી. ભાઈ ! તે યથાર્થમાં ધર્માચરણ નથી, ધર્મનું કારણ પણ નથી. બાહ્ય લક્ષથી જો સમ્યગ્દર્શન થાય તો સમોસરણમાં તો એ અનંતવાર ગયો છે, છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com