________________
Version 001: remember to check hřfp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૭
લ્યો, આ પ્રતિમણની વિધિ ભૂતકાળમાં જે કાંઈ શુભાશુભ કર્મ કર્યાં હતાં તેનો ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરીને, તેનું મમત્વ છોડીને નિજ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં લીન થઈ તેમાં જ રમે તેને ભગવાને પ્રતિક્રમણ કહ્યું છે. અહા! નિરંતર નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરે તે પ્રતિક્રમણ છે. આ વિધિ છે. હવે કહે છે
‘મિથ્યા કહેવાનું પ્રયોજન આ પ્રમાણે છેઃ
જેવી રીતે કોઈએ પહેલાં ધન કમાઈને ઘરમાં રાખ્યું હતું: પછી તેના પ્રત્યે મમત્વ છોડયું ત્યારે તેને ભોગવવાનો અભિપ્રાય ન રહ્યો; તે વખતે, ભૂતકાળમાં જે ધન માયો હતો તે નહિ કમાયા સમાન જ છે;.....' જુઓ, આ દષ્ટાંત કહ્યું. હવે કહે છે–
‘તેવી રીતે, જીવે પહેલાં કર્મ બાંધ્યું હતું; પછી જ્યારે તેને અહિતરૂપ જાણીને તેના પ્રત્યે મમત્વ છોડયું અને તેના ફળમાં લીન ન થયો, ત્યારે ભૂતકાળમાં જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ છે.' અર્થ સ્પષ્ટ છે. એમ કે પૂર્વે કર્મ બાંધ્યું હતું તે હું નહિ, અને તેનું ફળ આવ્યું તે પણ હું નહિ–એમ જાણી તેનું મમત્વ છોડી દીધું અને સ્વસ્વરૂપમાં લીન રહ્યો તો જે કર્મ બાંધ્યું હતું તે નહિ બાંધ્યા સમાન મિથ્યા જ થયું. લ્યો, આવી પ્રતિક્રમણની વિધિ છે.
‘આ રીતે પ્રતિક્રમણ-૫ (અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ ) સમાસ થયો.'
હવે ટીકામાં આલોચના-કલ્પ કહે છેઃ
‘હું (વર્તમાનમાં કર્મ) કરતો નથી, કરાવતો નથી, અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી, મનથી, વચનથી અને કાયાથી ૧.’
આ પ્રમાણે સર્વ ૪૯ ભંગ સમજવા. (મૂળ પાઠમાંથી સમજવા)
(આ રીતે પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા )
*
*
*
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છે:
* કળશ ૨૨૭ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
(નિશ્ચય ચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે) ‘મોહવિલાસવિતૃસ્મૃિતમ્ વગ્ હવત્ ર્ન' મોહના વિલાસથી ફેલાયેલું જે ઉદયમાન (ઉદયમાં આવતું) કર્મ ‘સતર્ આલોવ્ય' તે સમસ્તને આલોચીને (−તે સર્વ કર્મની આલોચના કરીને-) ‘નિર્મનિ ચૈતન્ય-આત્મનિ આત્મનિ આત્મના નિત્યમ્ વર્તે' હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત ) ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ (-પોતાથી જ) નિરંતર વર્તુ છું.
જુઓ, સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ, તેને જે દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ આવે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com