________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૯૫
પ્રશ્ન:- પણ આ પેટમાં ભૂખ લાગી હોય ને ધર્મ કેમ થાય?
ઉત્તર:- હમણાં ભૂખ્યા પેટે ધર્મ ન થાય એમ કહો છો, ને આહાર-પાણી પેટમાં પડ્યા પછી કહેશો કે તે પચે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય, અને પછી કહેશો કે દિશા (સંડાસ) ઉતરે નહિ ત્યાં સુધી ધર્મ ન થાય ને પછી પાછું પેટ તો ભૂખ્યું ને ભૂખ્યું, તો પછી ધર્મ ક્યારે થાય? ભાઈ ! તું માને છો એમ નથી બાપુ! ધર્મ તો તારો પોતાનો સ્વભાવ છે અને તે અંતર-આલંબનના પુરુષાર્થ વડ પોતાના સ્વકાળે પ્રગટ થાય છે; મતલબ કે તે આહાર-પાણી ઈત્યાદિ પરના કારણે થતો નથી. જે તો ખરો! નરકમાં આહારનો એક કણ ન મળે, પાણીનું એક બુંદ ન મળે, જન્મથી જ સોળ-સોળ રોગ હોય તોપણ કોઈ નારકી જીવ અંતર-આલંબનમાં ઉતરી જઈને સમકિત (ધર્મ) પ્રગટ કરી લે છે. માટે પરથી થાય એ જવા દે, ને સ્વમાં સાવધાન થઈ જા.
ઓહો! પ્રત્યેક આત્મા અનંતગુણથી ભરેલો ભગવાન ચૈતન્ય-ઈશ્વર છે, ને પ્રત્યેક રજકણ પણ પોતાના અનંતગુણથી ભરેલો જડેશ્વર છે. ભગવાન આત્મા અને પરમાણુમાં જેટલા પ્રત્યેકમાં જે ગુણો છે પ્રત્યેક સમયે તેટલી ગુણોની પર્યાય થવાનો સ્વકાળ છે; જે સમયે જે થવાની હોય તે ધારાવાહી થાય જ છે એ વસ્તુનું સ્વરૂપ છે. કર્મમાં ઉદય, ઉદીરણા, ઉત્કર્ષણ, અપકર્ષણ ઈત્યાદિ એના સ્વકાળે થાય છે, એમાં જીવના પરિણામ નિમિત્ત હો, પણ જીવને લઈને કર્મની અવસ્થા થાય છે એમ ક્યાં છે? કર્મનું કાર્ય કર્મ કરે ને જીવનું જીવ; કોઈ કોઈના કર્તા-હર્તા નથી, કહ્યું ને કે બન્ને ઈશ્વર છે– એક જડેશ્વર ને એક ચૈતન્ય-ઈશ્વર. ભાઈ! આ સ્વકાળની વાત જેને બેસે તેના જન્મ-મરણનો અંત આવી જાય એવી આ વાત છે. કહ્યું ને કે –જ્ઞાની સ્વકાળથી સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત વડે પોતાને જિવાડે છે-નાશ થવા દેતો નથી. આવી વાત છે.
હવે દસમો બોલ : “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ પદાર્થોના આલંબન કાળે જ (–માત્ર જ્ઞય પદાર્થોને જાણવા વખતે જ) જ્ઞાનનું સત્પણું માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરકાળથી (-શયના કાળથી) અસતપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
શું કહે છે? કે અજ્ઞાની જીવ નિમિત્તરૂપ પદાર્થોના આલંબન કાળે જ અર્થાત પરકાળથી જ પોતાનું જ્ઞાનનું સત્પણું હોવાપણું માને છે. અહા! હું જ્ઞાનસ્વરૂપ જ છું, ને વર્તમાન જ્ઞાનની દશા જે પ્રગટ થઈ છે તે એનો સ્વકાળ છે, તે પોતાથી થઈ છે-એમ ના માનતાં, જાણવામાં આવતા નિમિત્તથી–પરકાળથી જ મારા જ્ઞાનનું પરિણમન થઈ રહ્યું છે એમ અજ્ઞાની માને છે, અને એમ વિપરીત માનતો થકો તે પોતાનો નાશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com