SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧) હવે કહે છે- “અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગ કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે.' જુઓ શું કહે છે આ? કે પુણ્ય-પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે; અને તેથી કર્મનો બંધ થાય છે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. હવે આવી ચોખ્ખી વાત છે. ભાઈ ! શાંતિ અને ધીરજ રાખીને માર્ગ સમજવો જોઈએ, આમાં કાંઈ વાદવિવાદ પાર પડે એવું નથી. ભગવાન જિનચંદ્ર ચૈતન્યપ્રકાશનો પૂંજ પોતે છે તેને ભૂલીને વ્રતાદિના રાગમાં એકાગ્ર થઈ વર્તે તે મિથ્યાત્વના અંધકારમાં જ આથડ છે, તેનું સંસાર-પરિભ્રમણ મટતું નથી. સમજાણું કાંઈ...! [ પ્રવચન નં. ૪૭૫ થી ૪૭૭ * દિનાંક ૨૮-૧૦-૭૭ અને ૨૯-૧૦-૭૭] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy