SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૪૧૪ ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि।। ४१४ ।। व्यावहारिक: पुनर्नयो द्वे अपि लिङ्गे भणति मोक्षपथे। निश्चयनयो नेच्छति मोक्षपथे सर्वलिङ्गानि।। ४१४।। “વ્યવહારનય જ મુનિલિંગને અને શ્રાવકલિંગને-એ બન્ને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી” –એમ હવે ગાથામાં કહે છે: વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪, ગાથાર્થ:- [ વ્યાવહારિ: નય: પુન:] વ્યવહારનય [ કે તિરે ]િ બન્ને લિંગોને [ મોક્ષપથે મળતિ] મોક્ષમાર્ગમાં કહે છે (અર્થાત્ વ્યવહારનય મુનિલિંગ તેમ જ ગૃહીલિંગને મોક્ષમાર્ગ કહે છે); [નિશ્ચયનય:] નિશ્ચયનય [સર્વત્રિોન] સર્વ લિંગોને (અર્થાત કોઈ પણ લિંગને) [ મોક્ષuથે રૂછત] મોક્ષમાર્ગમાં ગણતો નથી. ટીકા - શ્રમણ અને શ્રમણોપાસકના ભેદે બે પ્રકારનાં દ્રવ્યલિંગો મોક્ષમાર્ગ છે–એવો જે પ્રરૂપણ પ્રકાર (અર્થાત્ એવા પ્રકારની જે પ્રરૂપણા ) તે કેવળ વ્યવહાર જ છે, પરમાર્થ નથી, કારણ કે તે (પ્રરૂપણા) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે; શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાંત, દર્શનશાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર (–માત્ર દર્શન-જ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છેએવું જે નિખુષ (-નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણ કે તે ( અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે. માટે જેઓ વ્યવહારને જ પરમાર્થબુદ્ધિથી (-પરમાર્થ માનીને) અનુભવે છે, તેઓ સમયસારને જ નથી અનુભવતા; જેઓ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી અનુભવે છે, તેઓ જ સમયસારને અનુભવે છે. ભાવાર્થ- વ્યવહારનયનો વિષય તો ભેદરૂપ અશુદ્ધદ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી; નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy