________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૩ : ૨૭૫
તો પૂજામાં તો એમ આવે છે કે
એકવાર વંદે જો કોઈ, તાકો નરક-પશુગતિ ના હોઈ. ભાઈ ! એ તો જાત્રામાં વિશેષ ભક્તિના શુભભાવ હોય તો કદાચિત્ સ્વર્ગ જાય, પણ આત્મદર્શન વિના ત્યાંથી નીકળીને ક્યાં જાય? ક્રમે કરીને નરક-તિર્યંચમાં જાય. અહીં તો ભવના અભાવની વાત છે, ને એ શુભભાવમાં ભવનો અભાવ કરવાનું સામર્થ્ય નથી. સ્વસ્વરૂપનો અનુભવ કર્યા વિના શુભાશુભ થયા જ કરશે અને તેને ચોરાશીનું પરિભ્રમણ ફળ્યા જ કરશે. આવી વાત! સમજાણું કાંઈ..?
અહો ! સંતોને અંદરમાં અતીન્દ્રિય આનંદરસના પ્યાલા ફાયા છે. કહે છેઅતીન્દ્રિય રસના વેદન-સંવેદન વિના માત્ર ક્રિયાકાંડ વડ અને બાહ્ય વેશ વડે કોઈ માને હું શ્રમણ-શ્રાવક છું તો તે જૂઠા છે; વ્યવહારવિમૂઢ અને નિશ્ચય-અનારૂઢ તેઓ પરમાર્થ પદને-ચૈતન્યપદને પામતા નથી–અનુભવતા નથી.
અહો! આ સમયસાર શાસ્ત્ર સં. ૧૯૭૮ માં હાથમાં આવ્યું ત્યારથી લાગ્યું કે માર્ગ બીજો છે, આ ક્રિયાકાંડ અને વેશ તે માર્ગ નથી. રાગથી, ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે જ મોક્ષનો ઉપાય અને તે જ ધર્મ છે; શુભભાવ છોડી પાપમાં પ્રવર્તવું એમ અહીં વાત નથી, પણ શુભભાવ મોક્ષનો ઉપાય નથી એમ જાણી તેનું લક્ષ છોડી અંતર-સ્વભાવમાં દષ્ટિ કરવી અને ત્યાં જ લીન થઈ પ્રવર્તવું બસ એ જ ઉપાય છે.
* ગાથા ૪૧૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે- “ આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાર્થરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.'
ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપ છે. આ બાહ્ય વ્રતાદિકના ભેખ તે એનું સ્વરૂપ નથી. એ તો બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા ભાવ છે. શું કીધું? આ પંચમહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ, દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિના ભાવ –એ બધા પરદ્રવ્યના સંયોગથી થયેલા સંયોગી ભાવ છે. એ પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ છે, મોહિત છે તેઓ માને છે કે-આ બાહ્ય વ્રતાદિક ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે, પણ તે યથાર્થ નથી; કેમકે તે ભાવ અબંધ નથી, બંધરૂપ છે, દુ:ખરૂપ છે, વળી તેઓ ચૈતન્યમય નથી, પણ અચેતન છે. વળી જેનાથી ભેદજ્ઞાન થાય એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. તેથી વ્યવહાર વિમૂઢ આવા પુરુષો શુદ્ધજ્ઞાનમય ભગવાન સમયસારને દેખતા નથી- અનુભવતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com