________________
Version 001: remember to check hîřp://www.A+maDharma.com for updates
૧૬૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
કરતાં મોક્ષ પામે છે એમ નહિ, પણ તેને ઓળંગી જઈને સ્વરૂપમાં તૃપ્ત થયા થકા સ્વરૂપમાં જ ઠરી જઈને પરમાનંદદશાને પામે છે. આ વસ્તુસ્થિતિ છે.
*
*
*
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાનીજનો સદાકાળ આનંદરૂપ રહો' એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છે:
* કળશ ૨૩૩ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘અવિરત ર્મન: તન્નાર્ = વિરતિમ્ અત્યન્ત ભાવયિત્વા' જ્ઞાની જનો, અવિરત પણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને ( અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), ‘અશ્વિન-અજ્ઞાન-સમ્પેતનાયા: પ્રણયનમ્ પ્રસ્પદ નાયિત્વા ' ( એ રીતે ) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, ‘ સ્વ-રસ-પરિાતં સ્વમાવું પૂર્ણ નૃત્વા ' નિજ રસથી પ્રાસ પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, ‘સ્વાં જ્ઞાનસમ્મેતનાન્ સાનન્દ્ર નાયન્ત: ત: સર્વાનું પ્રશમ્-સમ્ પિવન્તુ' પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ. અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંતકાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે.)
પુણ્ય-પાપના ભાવનું કરવું તે કર્મચેતના અને તેનું ફળ જે હરખ-શોક તેને ભોગવવું તે કર્મફળચેતના-તે બન્નેની નિવૃત્તિને નિરંતર ભાવીને, એ રીતે સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટ નચાવીને, નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ, વીતરાગભાવના રસને પીઓ. જુઓ, આ પૂર્ણાનંદની પ્રાપ્તિની વિધિ. અહા! વિકલ્પના ૨સ તો ઝેરના પ્યાલા છે; સંસારમાં રખડતાં તે અનંતકાળ પીધા. હવે, કહે છે. અજ્ઞાનચેતનાનો નાશ કરી, સહજ નિજ સ્વભાવ-જ્ઞાનાનંદ સ્વભાવના પૂર્ણ આલંબન વડે પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા સદાકાળ ચૈતન્યરસને-અમૃતરસને અનંતકાળ સુધી પીઓ. આચાર્ય મહોદયની જ્ઞાનીજનોને આ પ્રેરણા છે.
* કળશ ૨૩૩ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
6
પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મ પ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com