________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૬૯ છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.'
કહે છે? કે પૂર્વે જે પુણ્ય-પાપના ભાવ થયા હતા, વર્તમાન થાય છે ને ભવિષ્યમાં થશે- તે કર્મચેતના છે. તેનો મન-વચન-કાયાથી, ત-કારિત-૨ ઈત્યાદિ વડે ૪૯ ભંગપૂર્વક ત્યાગ કરાવ્યો. કર્મ એટલે અહીં જડકર્મની વાત નથી. પુણ્યપાપના ભાવ થાય તે કર્મ નામ કાર્ય, –તેની ચેતના અર્થાત્ તેનું કર્તાપણું તે મિથ્યાત્વભાવ છે. વળી તેનું ફળ જે હરખ-શોક તેનું વેદન-ભોગવવું તે ઝેરનું વેદન છે. તેનો ત્યાગ કરાવ્યો છે. કર્મચેતના અને કર્મફળચેતના તે શયનદશા છે, દુઃખની દશા છે; અને જ્ઞાનચેતના તે જાગૃત દશા છે, આનંદરૂપ દશા છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનચેતના જાગ્રત દશા છે; તે જ્ઞાનચેતના પ્રગટતાં અજ્ઞાનચેતનાનો વિલય થાય છે, અભાવ થાય છે. અહીં કહે છે- આ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનારૂપ સદા પ્રવર્તે. આવી વાત છે.
મૂળ તો શુભ-અશુભ ભાવ તે આત્માનું કોઈ નિજ સ્વરૂપ નથી; એ તો વિભાવ અર્થાત્ વિરુદ્ધ ભાવ છે, અને વિભ્રમ તેનું મૂળ છે. શું કીધું? આ પુણ્ય-પાપના ભાવ થાય તેનું વિભ્રમ મૂળ છે. હવેની ગાથામાં આ વાત આવે છે. પુણ્ય-પાપના ભાવ થાય છે આત્માની પર્યાયમાં, માટે તે આત્મા છે એમ કહીએ. મતલબ કે શુભ-અશુભભાવ થાય તેને પરદ્રવ્ય સાથે સંબંધ નથી, પરદ્રવ્ય એનું કર્તા નથી. ભ્રમણા જ વિકારી ભાવ ઉત્પન્ન થવાનું મૂળ છે, તેનાથી પુણ્ય-પાપના ભાવની ઉત્પત્તિ છે. ભ્રમણા ગયા પછી વિકારી ભાવ ઉત્પન્ન થતા નથી. પછી તો તે જ્ઞાનનું જ્ઞય છે. પર્યાયદષ્ટિ-ભ્રમણા છોડી, દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકતાં પુણ્ય-પાપના ભાવ દૂર થઈ જાય છે, પછી વિશેષ વિશેષ સ્થિર થતાં ચારિત્ર થાય છે- એમ અહીં સિદ્ધ કરવું છે.
જુઓ, ભગવાન આત્મા અનંતગુણમણિ-ખાણ ચૈતન્યરત્નાકર પ્રભુ છે. તેમાં અનંત ગુણ-શક્તિઓ છે, પણ વિકારને ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ નથી. અહાહા....! વસ્તુના સ્વભાવમાં શુભાશુભ ઉત્પન્ન થાય એવી કોઈ શક્તિ નથી.
તો પછી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તેનું શું?
પર્યાયબુદ્ધિથી-ભ્રમણાથી રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. પોતાના ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય-સ્વરૂપનું અને જ્ઞાન-શ્રદ્ધાન નથી એ ભ્રમણા છે. વર્તમાન પર્યાયમાત્ર હું છું એ એની ભ્રમણા છે. એ ભ્રમણા જ રાગદ્વેષની-વિકારની ઉત્પત્તિનું કારણ છે.
અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રણલોકનો નાથ છે. એની એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાનું સામર્થ્ય છે. અહાહા..! એની એક સમયની પર્યાય સ્વ-પર સહિત અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયને-પૂરા લોકાલોકને જાણે એવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com