________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૯ (શાર્દૂનવિવ્રીહિત ) अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुतामादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितम्। मध्याद्यन्तविभागमुक्तसहजस्फारप्रभाभासुरः ।
शुद्धज्ञानघनो यथाऽस्य महिमा नित्योदितस्तिष्ठति।। २३५।। ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણવિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું. ત્યાં “દેખવું' ત્રણ પ્રકારે સમજવું. શુદ્ધનયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું શ્રદ્ધાન કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. તે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે. જ્ઞાન-શ્રદ્ધાન થયા પછી બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો (-પૂર્ણ જ્ઞાનનો ) અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં જ થંભાવવો, જેવું શુદ્ધનયથી પોતાના સ્વરૂપને સિદ્ધ સમાન જાણ્ય-શ્રદ્ધયું હતું તેવું જ ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર-સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો, તે બીજા પ્રકારનું દેખવું છે. આ દેખવું અપ્રમત્ત દશામાં હોય છે. જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. આ, દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધનયના આશ્રયે પરોક્ષ દેખવું છે. કેવળજ્ઞાન ઊપજે ત્યારે સાક્ષાત્ દેખવું થાય છે તે ત્રીજા પ્રકારનું દેખવું છે તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થયું સર્વનું દેખનાર-જાણનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ સવૅગ્સ: તિરિરુ૧] અન્ય દ્રવ્યોથી ભિન્ન, [ માત્મ–નિયત ] પોતામાં જ નિયત, [પૃથવી–વસ્તુતામ્ વિખ્રત્] પૃથક વસ્તુપણાને ધારતું (-વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક હોવાથી પોતે પણ સામાન્યવિશેષાત્મકપણાને ધારણ કરતું), [ ગાવાન–૩ –શૂન્યમ્ ] ગ્રહણ-ત્યાગ રહિત, [9ત સમ« જ્ઞાન] આ અમલ (–રાગાદિક મળથી રહિત) જ્ઞાન [ તથા–વરિશતમ્ યથા] એવી રીતે અવસ્થિત (-નિશ્ચળ રહેલું) અનુભવાય છે કે જેવી રીતે [મથ્ય-સર્વિ-સન્ત–વિમા –મુp– સદન–ાર–પ્રમ–માસુર: કચ શુદ્ધ-જ્ઞાન–વન: મહિમા ] આદિ-મધ્ય-અંતરૂપ વિભાગોથી રહિત એવી સહજ ફ્લાયેલી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com