________________
Version 001: remember to check htîp://www.A+maDharma.com for updates ૧૬૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
૩. વિભાવથી ભિન્ન પડી અંદર ચૈતન્યસ્વભાવમાં એકાગ્રતાનો અભ્યાસ કરવો તે સ્વભાવ ક્રિયા છે, ધર્મની ક્રિયા છે. આનું નામ ચારિત્ર છે.
૫૨ જીવોની દયા પાળવી તે ચારિત્ર એમ નહિ; બાપુ! પરની દયા તો કોણ કરી શકે છે? ૫૨ને કોણ બચાવી શકે છે? સામા જીવનું આયુષ્ય હોય તો બચે છે, બાકી કોણ બચાવે ? ભાઈ ! તું (–આત્મા ) જેવડો અને જેટલો છું તેવડો ને તેટલો માની ને તેમાં ઠરે તે સાચી દયા છે, સ્વદયા છે. સ્વદયા તે સાચી દયા, બાકી તો વ્યવહાર છે. મુનિરાજને પણ ૫૨ દયાનો ભાવ આવે, પણ તે પુણ્ય છે, ધર્મ નહિ, વાસ્તવિક દયા નહિ. અહીં ચારિત્રવંત ધર્મી પુરુષ કહે છે- શુભાશુભભાવની ક્રિયામાં વિહાર કરવાથી મારી વૃત્તિ નિવૃત્ત છે. અહા ! સ્વદેશમાં-નિજ ચૈતન્યધામમાં-વિહાર કરવાનું છોડી પુણ્ય-પાપરૂપ પરદેશમાં હવે અમે કેમ ભટકીએ ?
બેનશ્રીના વચનામૃતમાં આવે છે કે- વિભાવ તે અમારો દેશ નહિ, એ તો પરદેશ છે. અહીં ધર્મી પુરુષ કહે છે- નિજાનંદમય સ્વદેશને છોડી વિભાવરૂપ પરદેશમાં વિહાર કરવાથી અમારી વૃત્તિ નિવૃત્ત છે. હવે આવી વાત સાંભળવાય મળે નહિ તે બિચારા શું કરે ? સ્વરૂપ સંપદાની ખબર વિના તેઓ બિચારા રાંકા દુઃખી છે. આ અબજોપતિ બધા રાંકા દુ:ખી છે હો. બહુ આકરી વાત બાપા !
આ તો ચારિત્રની વ્યાખ્યા છે. સ્વરૂપમાં અંદર રમવું તેનું નામ ચારિત્ર છે. આત્મા ( –પરિણતિ ) આત્મારામમાં ચરે ૨મે તેને ચારિત્ર કહીએ. ધર્મી પુરુષ કહે છે- ‘અવતસ્ય મમ' એમ આત્મતત્ત્વના ભોગવટામાં અચળ એવા મને, ‘યમ્ વ્હાલ-વલી' આ કાળની આવલી કે જે ‘અનન્તા' પ્રવાહરૂપે અનંત છે તે, ‘વસ્તુ' આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો –જાઓ. ( ઉપયોગની વૃત્તિ અન્યમાં ક્દી પણ ન જાઓ ).
જુઓ, આ ધર્માત્માની ભાવના! તે અનંતકાળ પર્યંત સ્વસ્વરૂપમાં જ રહેવાની
ભાવના કરે છે.
* કળશ ૨૩૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
"
આવી ભાવના કરનાર જ્ઞાની એવો તૃપ્ત થયો છે કે જાણે ભાવના કરતાં સાક્ષાત્ કેવળી જ થયો હોય; તેથી તે અનંતકાળ સુધી એવો જ રહેવાનું ચાઢે છે. અને તે યોગ્ય જ છે; કારણ કે આ જ ભાવનાથી કેવળી થવાય છે. કેવળજ્ઞાન ઉપજવાનો પરમાર્થ ઉપાય આ જ છે.’
જુઓ, આ અંત૨–૨મણતાની ચારિત્રની વાત છે. સમ્યગ્દર્શન પછી અંદર જેને સ્વરૂપ-રમણતાની જમાવટ થઈ છે તે એવો તૃપ્ત-તૃપ્ત થયો છે કે ભાવના કરતાં કરતાં જાણે સાક્ષાત્ કેવળી જ થયો હોય. હવે તેને સ્વસ્વરૂપમાંથી બહાર નીકળવું જ ગમતું નથી; અનંત કાળ સ્વરૂપમાં જ રહેવા ચાહે છે. પં. જયચંદજી કહે છે- તે યોગ્ય જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com