________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૨૩ કરે કે આ તો અમારા અંગત માણસ છે. ધૂળેય અંગત નથી સાંભળીને હવે. જ્યાં પદાર્થો જ ભિન્ન ભિન્ન છે ત્યાં અંગત કેવા? કોઈ કોઈને અંગત નથી.
જેમ કોઈ તંબુ બાંધ્યો હોય અને એની એક ખીલી ખસે તો ત્યાં જીવને ભારે ઉચાટ-ખળભળાટ થઈ જાય છે, તેમ અજ્ઞાની, પરવસ્તુથી હું છું એવી દુર્વાસનાથી વાસિત થયો થકો, આત્માને-પોતાને સર્વદ્રવ્યમય માનીને-સર્વદ્રવ્યો હું જ છું એમ માનીનેજગતની બધી સગવડતાઓ-અનુકૂળતાઓમાંથી એક જ્યાં ઘટે ત્યાં હું ઘટી ગયો-ખંડખંડ થઈ ગયો –એમ ભારે રોકકળ કરી મૂકે છે. સ્ત્રી, પુત્ર, ધન, માતા, પિતા, ઇત્યાદિનો વિયોગ થતાં અજ્ઞાની ભારે આકુળ-વ્યાકુળ થઈ આક્રન્દ કરે છે. તેને કહીએ- ભાઈ ! તું અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો ને! ભગવાન જેવો ભગવાન અંદર હોવા છતાં આ શું કરે છે? તારાથી જુદી પડી એ ચીજ તારી ક્યાંથી આવી? ત્રણ કાળમાં તારી નથી. મોહનો દારૂ પીને જ તું આવી પાગલની ચેષ્ટા કરે છે. પરદ્રવ્યોમાં તને સ્વદ્રવ્યનો ભ્રમ છે તે ભ્રમથી દૂર થા; ને સ્વદ્રવ્યને અંગીકાર કર.
અહીં કહે છે- પશુ-એકાંતવાદી અજ્ઞાની આત્માને સર્વદ્રવ્યમય માનીને, સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. મારો આધાર પરદ્રવ્યો જ છે એમ પદ્રવ્યોમાં જ પોતાનું અસ્તિપણું સ્થાપે છે. હું પરદ્રવ્યથી અસત્ છું, પરદ્રવ્યથી નથી, ભિન્ન છું- એમ એને બેસતું નથી. અંદર દુર્વાસના ઘર કરી ગઈ છે ને! તેથી સ્વદ્રવ્યનું ભિન્ન અસ્તિત્વ એને બેસતું નથી, પરમાં જ તે આધાર-વિશ્રામ શોધે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે.
અહા ! એકાન્તવાદી અજ્ઞાની પરદ્રવ્યથી મને લાભ થાય એવી કુનયની વાસનાથી વાસિત છે. કદાચિત્ કુટુંબ-પરિવાર, ધન-લક્ષ્મી ઈત્યાદિ છોડી દે તો આ દેવ-ગુરુશાસ્ત્રથી, આ મંદિર ને આ જિનબિંબથી મને લાભ છે, એનાથી મને જ્ઞાન થાય છે એમ તે માને છે. આ પંચપરમેષ્ઠીની ભક્તિથી મને લાભ-ધર્મ થાય છે એમ તે માને છે. અરે ભાઈ ! એ પંચપરમેષ્ઠી, એ જિનબિંબ અને એ દેવ-ગુરુ-શાસ્ત્ર એ બધુંય પરદ્રવ્ય છે; એનાથી તને કેમ લાભ થાય? હવે આવી વાત એને આકરી પડે છે. શું થાય?
દેવગુરુ-શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં અવશ્ય નિમિત્ત હોય છે, તથાપિ એ નિમિત્તથી અહીં (આત્મામાં) સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્ત (ઉપાદાનમાં) કાંઈ જ કરતું નથી. નિમિત્ત (કાર્ય થવામાં) અનુકૂળ છે છતાં નૈમિત્તિક ભાવને-અનુરૂપને તે કરે છે એમ નથી. અહીં (આત્મામાં) સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તેમાં નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ (સ્વદ્રવ્યનો આશ્રય જ) કારણ છે, ને વ્યવહારે દર્શનમોહકર્મનો અભાવ તેમાં નિમિત્ત છે. (દવ-ગુરુ-શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે ). હવે ત્યાં આ અનુકૂળ નિમિત્ત છે માટે અનુરૂપ પર્યાય (સમ્યગ્દર્શન) થઈ છે એમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com