________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૭૧ આ તો અંતરનો મારગ બાપા! સ્વાનુભવથી પ્રાપ્ત થાય, પણ કાંઈ વાદવિવાદ પાર પડે નહિ. અહા ! જગતમાં જીવો અનેક પ્રકારના છે, લબ્ધિના અનેક પ્રકાર છે, ઊંધાઈના અનેક પ્રકાર છે; હવે ત્યાં કોની સાથે ચર્ચાવાદ કરીએ?
અહીં કહે છે-જ્ઞાનચેતના સદા આનંદરૂપ છે, સ્વના અનુભવનરૂપ છે. ચોથા ગુણસ્થાનથી જ્ઞાનચેતના ઉત્પન્ન થાય છે. તેને જ્ઞાનીજનો સદા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. આવી વાત છે.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે:
* કળશ ૨૩૪ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ફત: ફદ' અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) સમસ્ત-વસ્તુ-વ્યતિરેક-નિશ્ચયાત્ વિવેરિત જ્ઞાનમ્' સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, “પાર્થ-કથન-વનાત તે: વિના' પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (અનેક પદાર્થો સાથે, જ્ઞયજ્ઞાન સંબંધને લીધે એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત “વિક્રમ નામ ન્યૂનત' એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (-સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થયું, ‘ગવતિeતે' નિશ્ચળ રહે છે.
અહાહા...! જોયું? પદાર્થોથી ભિન્ન પડેલું જ્ઞાન અનેક પ્રકારની વિભાવની ક્રિયાથી રહિત છે અને જ્ઞાનક્રિયાથી સહિત છે. હવે લોકો રાડુ પાડે છે કે ક્રિયાનો લોપ ર્યો, લોપ કર્યો. પણ કઈ ક્રિયા બાપુ? વિભાવ-ક્રિયાનો લોપ છે. સ્વભાવક્રિયા-જ્ઞાનક્રિયા તો છે, પુણ્યપાપરૂપ વિભાવક્રિયાનો નિષેધ-ત્યાગ છે. અહાહા...! સ્વરૂપમાં એકાગ્ર થતાં ઉત્પન્ન થયેલી જ્ઞાનક્રિયા આકુળતાથી રહિત અનાકુળ દેદીપ્યમાન વર્તે છે. આ સાધક દશા છે.
રાગનું કરવું ને રાગનું ભોગવવું એ દુઃખરૂપ છે. માટે પર્યાયબુદ્ધિ છોડી અનંતગુણરત્નાકર પ્રભુ અંદર અવિચલ બિરાજે છે ત્યાં જા. એ તારો દેશ છે.
ભાવાર્થ હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. [ પ્રવચન નં. ૪૭૭ થી ૪૮૮ * દિનાંક ૩૦-૧૦-૭૭ થી ૧૦-૧૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com