SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૮૭ ધર્માસ્તિકાય નામનું એક લોકવ્યાપી દ્રવ્ય છે. દેવાધિદેવ સર્વજ્ઞ ભગવાને જોયું છે. અન્યમતમાં તો આ વાત છે જ નહિ. જેના મતમાં સર્વજ્ઞ નથી તેના મનમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિની વાત હોઈ શકે નહિ. શ્રી કવળી ભગવાને છ દ્રવ્ય અસ્તિપણે જોયાં છે. તેમાં એક ધર્માસ્તિકાય છે. તે સ્વયં ગમન કરતા જીવ-પુગલોને નિમિત્ત છે. તે ગમન કરાવે એમ નહિ, માત્ર નિમિત્ત છે બસ. અહીં કહે છે- આ ધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી ધર્માસ્તિકામાં છે એવો ખ્યાલ ( જ્ઞાનમાં) આવ્યો તો તે જ્ઞાન પણ જ્ઞાન નથી. ધર્માસ્તિકાયમાં જ્ઞાનસ્વભાવ ભર્યો નથી; ભગવાન આત્મા અંદર જ્ઞાનસ્વભાવથી ભરપૂર ભર્યો છે. અહા ! તેનાં આશ્રયે જે જ્ઞાન પ્રગટ થાય તે સમ્યજ્ઞાન છે અને તે જ્ઞાન મોક્ષનો માર્ગ છે. આગળ કહે છે “અધર્મ (-અધર્મ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે.' જુઓ, જીવ-પુદ્ગલો ગતિપૂર્વક સ્વયં સ્થિતિ કરે તેમાં અધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત છે. આ અધર્માસ્તિકાય પણ એક લોકવ્યાપી અચેતન દ્રવ્ય છે. તે ગતિ કરતા જીવ-પુગલોને સ્થિતિ કરાવે એમ નહિ, એ તો માત્ર નિમિત્ત છે બસ; બાકી ગતિ કરવી અને સ્થિતિ થવી એ તો જીવ-પુદગલોની પોતાની તત્કાલીન યોગ્યતા છે. અહીં કહે છેઆ અધર્માસ્તિકાય જ્ઞાન નથી. વળી અધર્માસ્તિકાય છે એવો ખ્યાલ જે ( જ્ઞાનમાં ) આવ્યો તે જ્ઞાન પણ જ્ઞાન નથી; અહા! આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છે તેના આશ્રમમાં જતાં જ સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન છે અને તે જ મોક્ષમાર્ગ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે કાળ (-કાળ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે.” લોકમાં રત્નોની રાશિની જેમ એક પર એક ગોઠવાયેલાં કાળદ્રવ્યો અસંખ્ય છે. તેમાં પ્રત્યેકમાં ઉત્પાદ-વ્યય થાય છે. આ કાળદ્રવ્ય જ્ઞાન નથી, કેમકે તે અચેતન-જડ છે. વળી તેના લક્ષે કાળદ્રવ્યનું જ્ઞાન થયું તેય પરમાર્થ જ્ઞાન નથી. માટે જ્ઞાન અને કાળદ્રવ્ય બન્ને જુદજુદા છે. આવી વાત ! વળી આકાશ (આકાશ દ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે.” ઓહો! આકાશ નામનો એક અનંત પ્રદેશી અચેતન મહાપદાર્થ છે. આ આકાશ દ્રવ્ય તે, કહે છે, જ્ઞાન નથી. વળી તેનું લક્ષ થતાં “આ આકાશ છે” એવું જે જ્ઞાન થાય તે પરલક્ષી જ્ઞાન પણ પરમાર્થે જ્ઞાન નથી. અહીં તો સ્વસંવેદનશાનને જ પરમાર્થે જ્ઞાન કહ્યું છે. પરલક્ષી જ્ઞાન થાય તેય પરની જેમ અચેતન છે. માટે જ્ઞાન અને આકાશ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy