________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૪૦૧ (પર્યાય ) ભેળવે છે. આવી વાત! ત્રિકાળી ધ્રુવ સામાન્ય એકરૂપ દ્રવ્ય છે તે પરમ નિશ્ચય છે. પ્રમાણે તેના સ્વીકારપૂર્વક જે કોઈ શુભાશુભ કે શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે એનું જ્ઞાન કરે છે. ભાઈ ! દ્રવ્ય-પર્યાયસ્વરૂપ જેવી વસ્તુની સ્થિતિ છે તેવી ધીરજ અને શાન્તિથી સમજવી જોઈએ. પણ અરે! અંતરનો માર્ગ પામ્યા વિના બહારમાં ને બહારમાં એ ક્રિયાકાંડ કરી કરીને મરી ગયો છે!
અહીં કહે છે- આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાન વિશષો વડે પોતાનું નિત્ય સામાન્યજ્ઞાન ખંડિત થઈ ગયું માનીને... , આ હું એકરૂપ રહેવા માગું છું એમાં આ પલટતી વિશેષ દશા શું? એ હું નહિ-એમ માનીને-પોતાની હયાતીનો અજ્ઞાની નાશ કરે છે ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ પોતાને જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણે પ્રકાશતો., અર્થાત્ પર્યાયપણે વિશેષતા હો તો ભલે હો, હું તો દ્રવ્યરૂપથી ત્રિકાળ ધ્રુવ એકરૂપ નિત્ય છું, મારા નિત્યપણાને કોઈ આંચ નથી-એમ પોતાને નિત્ય-સ્વરૂપે પ્રકાશતો થકો અનેકાન્તદષ્ટિ વડે પોતાને જિવિત રાખે છે- નાશ પામવા દેતો નથી. અહા ! સ્યાદ્વાદી ધર્મીને નિત્ય-અનિત્યપણું જેમ છે તેમ જ્ઞાનગોચર થાય છે. તે પર્યાયમાં અનિત્યતા દેખતો હોવા છતાં વસ્તુએ હું નિત્ય છું-એમ નિત્યપણાના અંતર-અનુભવ દ્વારા તે પર્યાયમાં નિરાકુળ શાન્તિને પ્રાપ્ત થાય છે. લ્યો, આવી ઝીણી વાત છે.
ચૌદમો બોલ – “વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ નિત્ય સામાન્યનું ગ્રહણ કરવા માટે, અનિત્ય જ્ઞાનવિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનવિશેષરૂપથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.'
શું કીધું આ? કે જ્ઞાનમાત્રવતુ આત્મા તો નિત્ય-અનિત્યરૂપ છે. પરંતુ અજ્ઞાની જીવ નિત્ય જ્ઞાનસામાન્યને ગ્રહણ કરવા અનિત્ય જ્ઞાનવિશેષોનો ત્યાગ કરી દે છે. એટલે શું? કે ક્રમે પ્રગટ થતા આ અનિત્ય જ્ઞાનવિશેષોથી મને શું કામ છે? મને તો એક નિત્ય જ્ઞાનસામાન્યનું ગ્રહણ જ ઈષ્ટ છે એમ માનીને અજ્ઞાની પોતાના અનિત્ય જ્ઞાનવિશેષોનો ત્યાગ કરી દે છે અને એ રીતે તે પોતાનો નાશ કરે છે. અનાદિનું પર્યાય અપેક્ષા ક્ષણેક્ષણે વસ્તુનું બદલવું એ તો સહજ છે, અનિત્ય જ્ઞાનવિશેષોનું થવું એ જ્ઞાનનું સહજ છે, જ્ઞાનનો એ સ્વભાવ છે, અને એ બદલતા અનિત્ય જ્ઞાનવિશેષોમાં જ નિત્યનું ભાન-જ્ઞાન થાય છે. આવી જ વસ્તુ-વ્યવસ્થા છે છતાં આ પલટતા અનિત્ય જ્ઞાનવિશેષોથી મને શું છે? –એમ માનીને અજ્ઞાની અનિત્ય જ્ઞાનની દશાઓના ત્યાગ-અસ્વીકાર દ્વારા પોતાનો નાશ કરે છે. તેને નિત્યપણું પણ રહેતું નથી, કેમકે નિત્યપણાનું જ્ઞાન કરનારી પર્યાયવિશેષનો તો એણે ત્યાગ કરી દીધો છે. અહા ! એક નિત્ય જ હું છું-એમ માનીને અનિત્ય પર્યાયને છોડે છે (જ્ઞાનમાંથી કાઢી નાખે છે) તેને નિત્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com