________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૪૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
અહા! પોતાના દ્રવ્યમાં જે જ્ઞાન, શ્રદ્ધા, શાન્તિ, આનંદ ઈત્યાદિ શક્તિઓ છે એમાંથી જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ અને જેટલી પ્રગટ થશે તે બધી તેમાં અંતર્લીન છે. અને તેથી સ્વ-૫૨ને, સ્વભાવ-પરભાવને જાણવાનો જે પર્યાયભાવ ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, પરથી નહિ, અને ત્રિકાળી સામાન્યસ્વભાવ છે એનાથી પણ નહિ. ત્રિકાળીમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિધમાન છે તે જે તે સમયે પર્યાયરૂપે પ્રગટ થાય છે. એટલે ખરેખર સામાન્યદ્રવ્ય પણ પર્યાયનું કારણ ન રહ્યું ભાઈ ! આ તારા ખ્યાલમાં –બુદ્ધિમાં તો પ્રથમ લે. આ બુદ્ધિગમ્ય થાય તો પછી અનુભવગમ્ય થાય, અને ત્યારે આ આમ જ છે એમ અંદરથી નિઃશંકતાનો રણકો આવે. ધર્મીને આ નિઃશંકતા થઈ છે કે- મારી વર્તમાન દશા, મારા ભાવમાં જે શક્તિરૂપ-યોગ્યતારૂપ વિધમાન હતી તે બહાર આવી છે. તેથી ખરેખર તેને પરભાવરૂપ થવાના ત્યાગરૂપ દષ્ટિ અંદરમાં ખીલી ગઈ છે. અહા ! તેણે દૃષ્ટિમાં પરભાવનો ત્યાગ કરી દીધો છે.
જુઓ, આ કહ્યું ને કે- ધર્મી પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, પરભાવોરૂપ ભવનના અભાવની દૃષ્ટિને લીધે નિકંપ વર્તતા થકો, શુદ્ધ જ વિરાજે છે. ધર્મીને ૫રભાવમાંથી મારો ભાવ થાય એવી દષ્ટિનો અભાવ-ત્યાગ થઈ ગયો છે, અને પોતાના સ્વ-ભાવથી પોતાનું અસ્તિત્વ હોવાની દૃષ્ટિ પ્રગટ થઈ છે. તેથી તે સ્વભાવમાં આરૂઢ થઈ નિકંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. અહા! ધર્મી, આત્મા ૫દ્રવ્યોના ભાવરૂપ નથી-એમ દેખતો હોવાથી નિષ્કપ છે. પરથી મારી દશા થાય એવો મિથ્યાત્વભાવ તે કંપન છે, અને સમ્યગ્દર્શન નિકંપ છે. અહા! નિજ આત્મદ્રવ્યને દૃષ્ટિમાં લેતાં જે સમ્યગ્દર્શન થયું તે નિષ્કંપ છે, કારણ કે ભેગું અજોગપણું પણ અંશે પ્રગટ થાય છે ને! સર્વગુણાંશ તે સમકિત. એટલે કે સતિ થવા કાળે, આત્માનો યોગ નામનો જે ગુણ છે તેમાં પણ તે પ્રકારે નિકંપતા થવાનો કાળ છે. તેથી જ્ઞાની સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે; અર્થાત્ પરભાવને પોતામાં ભેળવતો નથી, એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે.
અહાહા... ! કહે છે– ‘વિશુદ્ધ: વ તસતિ’ શાની શુદ્ધ જ વિરાજે છે. તો શું એને રાગ છે જ નહિ? કિંચિત્ રાગ છે, તથાપિ શુદ્ધ જ વિરાજે છે. કેમ ? કેમકે રાગને તે માત્ર જાણે જ છે (કરતો નથી). વળી તે જ્ઞાન શુદ્ધ છે અર્થાત્ રાગ તેમાં ભળ્યો નથી, કેમકે એને જાણનારું જ્ઞાન જ્ઞાનથી-પોતાથી છે રાગને લઈને છે એમ નહિ–એમ જ્ઞાની યથાર્થ જાણે છે. થોડું સૂક્ષ્મ આવી ગયું! પણ અરૂપી આત્માની વાત સૂક્ષ્મ જ હોય ને!
'
જે જીવ નિમિત્ત એટલે કે સંયોગ અને પરભાવથી પોતાના ભાવની (જ્ઞાનની ) દશા થયેલી માને છે તે સંયોગ અને પરભાવને પોતારૂપ માને છે; તે મિથ્યાદષ્ટિ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com