________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૯૦ થી ૪૦૪ : ૧૯૩ અશુદ્ધતા અંદર ગરી થઈ નથી, ત્યાં તો અશુદ્ધતા પરિણામિકભાવે થઈ ગઈ છે. ક્ષયોપશમભાવની પર્યાય પણ એક સમયની. બીજે સમયે વ્યય થાય ત્યાં અંદર પારિણામિક ભાવે થઈ જાય છે. હવે અશુદ્ધ પર્યાયને સર્વથા કાઢી નાખો તો આત્મા ત્રિકાળી વસ્તુ છે તે સિદ્ધ જ નહિ થાય. સાધકને પણ અસંખ્ય સમય સુધી-સાત આઠ ભવ કરે ત્યાં સુધી પર્યાયમાં અશુદ્ધતા રહે છે. આ અશુદ્ધતાને અહીં આત્મા કહ્યો છે.
અનાદિ-સાત અશુદ્ધ પર્યાય અને સાદિ-અનંત શુદ્ધ પર્યાય-તે બધી શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે આત્મા છે. આ તો સામાન્યપણે આત્માનું સ્વરૂપ જ આવું છે. તેમાં અશુદ્ધતા સર્વથા કાઢી નાખો તો શુદ્ધ-અશુદ્ધ પર્યાયોનો સમૂહ તે ગુણ, અને ગુણોનો સમૂહું તે આત્મા–એ કશું સિદ્ધ નહિ થાય. ભાઈ ! આ તો ન્યાયથી સમજાય એવું છે બાપુ! માત્ર રસ-રુચિ જોઈએ. જ્યાં રસ હોય ત્યાં રુચિ જાગે જ છે. જીવ અનાદિથી શુભાશુભ ભાવ કરતો આવ્યો છે. તે શુભાશુભ ભાવ અનાદિસાત છે. આટલો બધો કાળ અશુદ્ધતા થઈ તેને માનો જ નહિ તો ગુણ જ સિદ્ધ નહિ થાય, ને દ્રવ્ય પણ સિદ્ધ નહિ થાય. ગુણનું અશુદ્ધ પરિણમન થાય તે પણ તેની તત્કાલીન યોગ્યતા છે. હવે તે તે અશુદ્ધતા થઈ તેને ન માનો તો ત્રિકાળી ગુણ જ સિદ્ધ નહિ થાય; અને તો અનંત ગુણનો સમૂહ તે આત્મા-એ સિદ્ધ નહિ થાય. આવી વાત !
અહો! પ્રત્યેક આત્મા અનંતા સામાન્ય અને અનંતા વિશેષ-એમ અનંતા ગુણોનો દરિયો છે. અસ્તિત્વાદિ છ ગુણ કહ્યા છે એ તો ટુંકામાં સમજાવવા માટે છે, કેમકે વાણીમાં બધા ગુણો આવતા નથી. અહાહા....! વસ્તુમાં સામાન્ય અને વિશેષ એમ અનંતા ગુણો છે. તેમાં એક ગુણમાં બીજા અનંત ગુણનું રૂપ છે. જેમકે-એક જ્ઞાનગુણ છે, બીજો અસ્તિત્વગુણ; તો જ્ઞાનગુણમાં–તે છે... છે... છે-એમ અસ્તિત્વગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં અસ્તિત્વ ગુણ છે એમ નહિ, તથા જ્ઞાનગુણનું છેપણું (હયાતી) કાંઈ અસ્તિત્વગુણના કારણે છે એમ નહિ પણ જ્ઞાનગુણ છે... છે... છે-એમ અસ્તિત્વ ગુણનું એમાં રૂપ છે. આ પ્રમાણે એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એક ગુણમાં બીજા અનંતગુણનું રૂપ હોય છે. એક ગુણમાં બીજો ગુણ છે એમ ન સમજવું. એ તો તત્ત્વાર્થસૂત્રમાં સિદ્ધાંત કહ્યો છે કેટ્રવ્યાશ્રયા નિના ગુણ:'- દ્રવ્યના આશ્રય ગુણો છે, એક ગુણમાં બીજો ગુણ નથી.
આ રીતે જ્ઞાનગુણ સહિત અનંતા ગુણ અનાદિ-અનંત જીવ દ્રવ્યને આશ્રિત છે, જ્ઞાનમાં બીજા કોઈ ગુણો નથી. એક ગુણમાં બીજા કોઈ ગુણો નથી. જો જ્ઞાન ગુણમાં, બીજા ગુણ રહે તો તે (-જ્ઞાન) ગુણોના સમુદાયરૂપ ગુણી-દ્રવ્ય થઈ જાય, અથવા બીજા ગુણોનો અભાવ થતાં દ્રવ્યનો જ અભાવ થઈ જાય. પણ એમ છે નહિ. જ્ઞાનનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com