________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૯૧ (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.) ૨૨૫.
(હવે ટીકામાં પ્રથમ, પ્રતિક્રમણ-કલ્પ અર્થાત્ પ્રતિક્રમણનો વિધિ કહે છે:-) (પ્રતિક્રમણ કરનાર કહે છે કે:).
જે મેં (પૂર્વે કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. (કર્મ કરવું, કરાવવું અને અન્ય કરનારને અનુમોદવું તે સંસારનું બીજ એમ જાણીને તે દુષ્કૃત પ્રત્યે બુદ્ધિ આવી ત્યારે જીવે તેના પ્રત્યેનું મમત્વ છોડયું, તે જ તેનું મિથ્યા કરવું છે). ૧.
જે મેં (પૂર્વ કર્મ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૨. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૩. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૪.
જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, મનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૫. જે મેં (પૂર્વ) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, વચનથી, તે મારું દુષ્કત મિથ્યા હો. ૬. જે મેં (પૂર્વે) કર્યું, કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું, કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૭.
જે (પૂર્વ) કર્યું અને કરાવ્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૮. જે મેં (પૂર્વ) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું નથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૯. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી, વચનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૦.
જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૧. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૨. જે મેં (પૂર્વ) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા વચનથી, તે મારું દુષ્કત મિથ્યા હો. ૧૩. જે મેં (પૂર્વે) કર્યું અને કરાવ્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૪. જે મેં (પૂર્વે) કર્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૫. જે મેં (પૂર્વે) કરાવ્યું અને અન્ય કરતો હોય તેનું અનુમોદન કર્યું મનથી તથા કાયાથી, તે મારું દુષ્કૃત મિથ્યા હો. ૧૬.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com