________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ : ૧૧૩ પટકવી, પટકતાં જ રાગ અને જ્ઞાન જુદા થઈ જાય છે અને તત્કાલ જ પ્રજ્ઞા રાગને ત્યાગી દઈ, જ્ઞાન નામ આત્માને ગ્રહણ કરે છે. લ્યો, આનું નામ જ્ઞાનચેતના છે, અને તે એક જ મોક્ષનો ઉપાય છે.
તેમાં પ્રથમ, સકળ કર્મના સંન્યાસની ભાવનાને નચાવે છે:( ત્યાં પ્રથમ કાવ્ય કહે છે:-)
* કળશ ૨૨૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ત્રિવાન વિષચં' ત્રણે કાળના (અર્થાત અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી) ‘સર્વ ર્મ' સમસ્ત કર્મને ‘ત–ારિત–અનુમનનૈ.' કુત-કારિત-અનુમોદનાથી અને “મનવચન-કાયે: ' મન-વચન-કાયાથી “પરિહૃત્ય' ત્યાગીને “પરમં નૈરૂં' હું પરમ વૈષ્ફર્મ્સને (–ઉત્કૃષ્ટ નિષ્કર્મ અવસ્થાને) અવલંબું છું. (એ પ્રમાણે, સર્વ કર્મનો ત્યાગ કરનાર જ્ઞાની પ્રતિજ્ઞા કરે છે.)
અહાહા.....! ધર્મી ચારિત્રવત પુરુષ શું કહે છે? કે ત્રણે કાળનાં સમસ્ત કર્મનો હું ત્યાગ કરું છું-મનથી, વચનથી, કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી. અહાહા....! ભૂતકાળમાં જે પુણ્ય-પાપરૂપ વિકારી કાર્ય થયાં છે અને વર્તમાન તથા ભવિષ્ય સંબંધીના સર્વ કર્મનો ત્યાગ કરું છું. અહાહા....! હું એ કર્મોનો કર્તા નહિ, કારયિતા નહિ અને થાય તેનો અનુમોદન કરનારો પણ નહિ-એમ સર્વ કર્મનો હું ત્યાગ કરું છું. અહા ! પરમાં કાર્ય થાય એની તો અહીં વાત જ નથી, ઘડો થાય એને કુંભાર (-જીવ) કરે એ તો વાત જ નથી.
અરે ! હજુ કેટલાય જૈનમાં રહેલા પણ કુંભાર (–જીવ) ઘડો કરે છે એમ માને છે. પણ બાપુ! એ તારી માન્યતા મિથ્યા છે. એ તો આવી ગયું ભાઈ ! ગાથા ૩૭ર માં કે ઘડો કુંભારથી થાય એમ અમે દેખતા નથી; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી ઘડારૂપે ઊપજે છે. જો કુંભારથી ઘડો થાય તો ઘડો કુંભારના આકારે થવો જોઈએ, પણ એમ કદાપિ બનતું નથી. માટી જ ખરેખર ઘડાની ઉત્પાદક છે. અહીં આ વાત નથી.
અહીં તો કહે છે – ત્રિકાળનું સમસ્ત કર્મ નામ શુભાશુભ ભાવ તેને કરતો નથી, કરાવતો નથી, કરતાને અનુમોદતો નથીમનથી, વચનથી, કાયાથી, હું તો જ્ઞાનસ્વરૂપ શુદ્ધ એક ચિદાનંદ ભગવાન છું ને તેમાં જ સ્થિર થાઉં છું. લ્યો, આનું નામ ચારિત્ર છે. મહાવ્રતના પરિણામ તે ચારિત્ર નહિ. મહાવ્રતના રાગનો-કર્મનો તો અહીં સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ભાઈ ! જુઓ, શું કહે છે? ત્રણે કાળના સમસ્ત કર્મને એટલે પંચ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com