________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧ર૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) ભાવ તે મારું સ્વરૂપ નથી, તેનાથી હું પાછો હઠું છું. આમ ત્રણે કાળના સમસ્ત શુભાશુભ દોષોને દૂર કરીને શુદ્ધનયાવલંબી અને વિલીનમોહ એવો હું સર્વ વિકારોથી રહિત શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માને અવલંબું છું. મારો શુદ્ધ એક સચ્ચિદાનંદમય આત્મા છે તેને હું પ્રાપ્ત કરું છું. આવી વાત!
આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય એ તો બધા જડ પદાર્થ પર છે. એને તો હું કોઈ દિ' અડયાય નથી. એ તો પ્રવચનસારમાં આવ્યું” તું સવારે કે, હું શરીર, મન, વાણી, ઈન્દ્રિયનો કર્તા નહિ, કારયિતા નહિ અને કર્તાનો અનુમંતા પણ નહિ. લ્યો, આવી વાત! અહીં કહે છે- ત્રણે કાળના જે પુણ્ય-પાપના ભાવ તે મારું કાર્ય નહિ, હું તેનાથી નિવતું છું. નિવત્ છું એ તો નાસ્તિથી ભાષા છે. અસ્તિમાં શું? તો કહે છે-હું મને-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને અવલંબુ છું, પ્રાપ્ત થાઉં છું.
આ બધા કાર્યકર્તા નથી પાકતા દેશમાં? ધૂળેય કાર્યકર્તા નથી સાંભળને! એ પરનાં-જડનાં કાર્ય કોણ કરે? શું આત્મા કરે? એ તો પરને અડય નહિ તે પરમાં શું કરે? અહીં તો ધર્મી પુરુષ કહે છે–ત્રણે કાળનાં જે શુભાશુભ કર્મ-કર્મચેતનારૂપ પરિણામ -તે મારાં કાર્ય નહિ. હું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે તેને અવલંબું છું, તેને હું પ્રાપ્ત થાઉં છું. અહાહા.....! ત્રિકાળી અકષાયી શાંત-શાંત-શાંત એવા વીતરાગરસથીચૈતન્યરસથી ભરેલો અંદર હું ભગવાન છું તેને અવલંબુ છું. લ્યો, આ ધર્મી પુરુષનું કાર્ય ! અહા! જેમાં વ્યવહારનું આલંબન નથી એવી સ્વરૂપ રમણતાની આ વાત છે, કાર્ય પરમાત્મા થવાની આ વાત છે. સમજાણું કાંઈ...?
અહાહા..! ભગવાન! તું કોણ છો ? કેવડો છો ? અહાહા...! જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંત શક્તિઓનો ભંડાર એવો શુદ્ધ ચૈતન્યનું દળ છો ને પ્રભુ! અહાહા...! એની મહિમાની શી વાત! ભગવાન સર્વશની વાણીમાં પણ પૂરી ન આવે એવો મહા મહિમાવંત પદાર્થ પ્રભુ તું છો. ધર્મી પુરુષ કહે છે- ત્રણે કાળના શુભાશુભ કર્મથી હુઠીને હું અંદર આવા અનંત મહિમાવંત નિજ સ્વરૂપને અવલંબુ છું. હવે હું એમાં જ એકાકાર થઈ વર્તુ છું. લ્યો, આનું નામ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને આ ચારિત્ર છે.
અરે! આ પંચ મહાવ્રત તો અભવ્ય જીવ પણ પાળે છે. એ તો વિકલ્પ છે, આસ્રવ છે બાપા! તત્ત્વાર્થસૂત્રમાં એને આસ્રવ કહેલ છે. એ કાંઈ ચારિત્ર નથી. અહીં તેને આસ્રવ કહી બંધનું કારણ કહેલ છે. અહીં તો ત્રણે કાળના રાગનું આલંબન છોડી, આત્મા અંદરમાં ચૈતન્ય ચમત્કાર ચીજ પોતાની પડી છે તેને, કહે છે, હું અવલંબુ છું. અહાહા...! કેવી છે ચૈતન્ય ચમત્કાર ચીજ ? અહાહા..! ત્રણકાળ ત્રણ લોકને એક સમયમાં પૂર્ણપણે પ્રત્યક્ષ જાણે એવી કેવળજ્ઞાનની એક પર્યાય-એવી અનંતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com