SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસારગાથા ૩૭૩ થી ૩૮૨ : ૬૧ ત્રણેય વાત કળશમાં કરી છે. ભાઈ ! સમસ્ત કર્મથી રહિત એવી દશાનું નામ ચારિત્ર છે બાપા ! ચોથે ગૃહસ્થને અને પાંચમે શ્રાવકને તો આર્ત-રૌદ્રધ્યાન પણ હોય છે. પરને કારણે નહિ, પણ એવી અસ્થિરતા તે દશામાં હોય છે. જુઓ, અષ્ટાપદ પર્વત પરથી ભગવાન શ્રી ઋષભદેવ મોક્ષ પધાર્યા તેની ખબર પડતાં ભરતની આંખમાં આંસુ છલકાયાં. અહા! ભરત સમકિતી છે, જ્ઞાની છે, છતાં ભગવાનના વિરહમાં તે રડે છે. એમ કે-અરે! ભરતક્ષેત્રનો ચૈતન્યસૂર્ય અસ્ત થઈ ગયો, ભગવાનના વિરવું પડયા' –એમ ભરતજી રડે છે. ત્યારે ઇન્દ્ર તેમને સમજાવે છે કે-અરે ! ભરતજી, આ શું? તમે તો આ ભવે મોક્ષ જશો, તેમને આ રુદન ન સુહાય. ભરત કહું છે–ખબર છે, પણ અસ્થિરતાવશ રાગ આવી ગયો છે, અમે તો એના જ્ઞાતા છીએ, કર્તા નથી. જુઓ, જ્ઞાનીને પણ કમજોર ભૂમિકામાં રાગ થઈ જતો હોય છે. અહીં મુનિરાજને તો રાગરહિત ચૈતન્યતેજ પ્રગટયું છે, વારંવાર આત્મસ્પર્શ કરે છે અને સમસ્ત કર્મથી રહિત થયા છે એની વાત છે. જેઓ ‘તત્વ–૩૬ધાતુ fમન્ના:' વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે. જુઓ, બારમી ગાથામાં ‘તાત્વે' શબ્દ આવ્યો છે. પરિજ્ઞાયમાન: તાત્વે પ્રયોનનવાન' (વ્યવહારનય ) તે કાળે જાણેલો પ્રયોજનવાન છે એમ ત્યાં કહ્યું છે. મતલબ કે સમ્યગ્દષ્ટિને જ્ઞાન-દર્શન નિર્મળ થયાં છે પણ હુજા પર્યાયમાં (ચારિત્રની) અશુદ્ધતા છે તે તે કાળે જાણેલી પ્રયોજનવાન છે. તેને સમયે સમયે શુદ્ધતા વધે છે, અશુદ્ધતા ઘટે છેતે તે કાળે જાણેલ પ્રયોજનવાન છે એમ ત્યાં વાત છે. અહીં ‘તીત્વ' એટલે વર્તમાન જે ઉદય આવે છે તેનાથી એ ભિન્ન થયો છે એમ વાત છે. ભાઈ ! આ તો અધ્યાત્મનું શાસ્ત્ર! બહુ ગંભીર. અહાહા...! મુનિરાજને આનંદના પ્રચુર સ્વસંવેદનજનિત પ્રચુર નિજવૈભવ પ્રગટ થયો છે. ભૂતકાળના કર્મથી તે પાછા વળી ગયા છે તે પ્રતિક્રમણ છે, ભવિષ્યના કર્મથી પાછો વળ્યો છે તે પ્રત્યાખ્યાન છે અને વર્તમાન કર્મોદયથી ભિન્ન થયા છે તે સંવર અને આલોચના છે. અહાહા..! વર્તમાન કર્મ ઉદયમાં આવે તેનાથી એ ભિન્ન પડી ગયો છે. પ્રભુ! તારી મોટપનું શું કહેવું? એનો કાંઈ પાર નથી; અને હીણપ તો માત્ર જાણેલી પ્રયોજનવાન છે. આદરેલી નહિ. એમ કે હીણપ જાણે તો હીણપને છોડી આગળ વધે છે. સમજાણું કાંઈ...? આમ સમસ્ત કર્મથી ભિન્ન છે એવા તેઓ (-જ્ઞાનીઓ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે- “–રિ–ર્વિથી' કે જે જ્ઞાનચેતના ચમકતી ચૈતન્યજ્યોતિમય છે અને સ્વર–મિષિજી–મુવનામૂ' જેણે નિજરસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સીંચ્યો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008291
Book TitlePravachana Ratnakar 10
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy