________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯ર : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હા, પણ તેનું સાધન તો કાંઈ હશે ને?
તેનું સાધન તો બીજું કાંઈ નથી. તેના (-આત્માના) અનુભવ માટે વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. અરે! અનુભવકાળમાં અનંતગુણની પર્યાય પ્રગટ થઈ ત્યાં એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયની જ્યાં અપેક્ષા નથી તો વ્યવહાર રત્નત્રય તો બહારની ચીજ છે, તેની અપેક્ષા કેમ હોય ? આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય-તે શરીર કે કર્મ કે રાગના આધારે નથી. વ્યવહારરત્નત્રય છે તે નિશ્ચયનું સાધન છે એમ નથી.
આત્મામાં કરણ નામનો ગુણ છે તે સાધન છે, અને આધાર નામનો ગુણ છે તે આધાર છે. બીજું સાધન ને બીજો આધાર છે એમ છે જ નહિ. અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે, ત્યાં એક ગુણને બીજા ગુણનો આધાર નથી તો સ્વાનુભવની દશાને બીજો આધાર છે એ કેમ સંભવે ? એ પર્યાયને પણ પર્યાયનો જ આધાર છે, ને પર્યાય જ પોતે પર્યાયનું સાધન છે. પર્યાય આવી સ્વતંત્ર છે. અરે ! જૈનમાં જન્મેલાને પણ જૈનતત્ત્વ શું છે એની ખબર નથી ! આ લાકડી છે ને? તેનો એક રજકણ બીજા રજકણના આધારે રહ્યો નથી. આવું પ્રત્યેક રજકણનું સ્વતંત્ર અધિકરણ છે. અધિકરણ ગુણ છે કે નહિ અંદર? અહો ! પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પોતપોતાના આધારે છે એવું અલૌકિક વસ્તુ સ્વરૂપ છે.
કર્મનો ઉદય છે તે જડ છે, તે રાગને અડતો નથી, રાગભાવ છે તે કર્મને અડતો નથી. વળી રાગભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને અડતો નથી. આવી જ વસ્તુ છે. ભાઈ ! વસ્તુનું હોવાપણું જ આ રીતે ચમત્કારિક છે. લોકો બહાર ચમત્કાર માને છે પણ તેમને અંદર ચૈતન્યના ચમત્કારની ખબર નથી. વસ્તુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાં સ્વતંત્ર છે એવી વસ્તુની ચમત્કારિક શક્તિનો જાણનાર ભગવાન આત્મા ચૈતન્યચમત્કારી વસ્તુ છે. ભાઈ ! જેમાં સર્વ પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનની પૂર્ણતાનો કોઈ અભુત અલૌકિક મહિમા છે, અને આવું જેનું સામર્થ્ય છે તે ભગવાન આત્મા પરમ અદ્ભુત ચૈતન્યચમત્કારમય વસ્તુ છે. અહીં કહે છે-એ પરમાર્થવસ્તુને એકને જ અનુભવો.
અહાહા... નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્કુરાયમાન થવા માત્ર જે સમયસાર તેનાથી ઊંચું બીજું કાંઈ નથી. અહાહા.....! જે નિર્મળ પર્યાય પ્રગટ થવામાં કોઈ અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો આશ્રય-સહાય નથી એવી જે નિજ રસથી ભરપુર છે એવી અદ્ભુત.... અદ્ભુત પર્યાય શક્તિની વિસ્કુરણામાત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. આ પર્યાયની વાત છે હોં. સવારે આવ્યું હતું ને! કે એ (આત્મા) સુખદેવ સંન્યાસી છે; મતલબ કે સુખનો દેવ અને રાગનો ત્યાગી છે. આવી વાત!
આ સિવાય સંસારમાં તો રળવું-કમાવું ને ખાવું-પીવું ને પંચેન્દ્રિયના વિષય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com