________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧) રાગમાં રમતું માંડીને એ ચોરાસીના અવતાર ધરી ધરીને પરિભ્રમે છે અને પારાવાર દુ:ખ સહે છે. ભાઈ ! તારા દુઃખને શું કહીએ? એ અકથ્ય અને અપાર છે. હવે તો સમજ. બાપુ! તું જ્યાં રમે છે તે રજકણ કે રાગનો કણ તારી ચીજ નથી. જો તો ખરો ધર્મી પુરુષો કેવી ભાવના ભાવે છે –
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ . –અપૂર્વ અહા! તારો આત્મા રાગ અને રજકણથી ભિન્ન અંદર બિરાજી રહ્યો છે. પ્રભુ! તેમાં તું જાને! તેમાં એકાગ્ર થઈને ત્યાં જ રમને પ્રભુ! તને શુદ્ધિ ઉત્પન્ન થઈને શુદ્ધિની વૃદ્ધિ થશે. ભગવાને એને ચારિત્ર કહ્યું છે. ભાઈ ! આ તારાં અનંત અનંત દુઃખ નિવારવાનો ઉપાય છે. બાકી તું ત્યાગી થાય, સાધુ થાય અને બહારમાં નગ્ન દિગંબર દશાને ધારે પણ વ્રતાદિના રાગમાં એકત્વ કરે તો, કહે છે, બંધ દોડતો થકો શુદ્ધિને રોકી દે છે. ભાઈ ! બહારમાં પંચમહાવ્રત પાળે માટે ચારિત્ર પ્રગટ થાય એમ માર્ગ નથી. લોકોને વાત બહુ આકરી લાગે પણ માર્ગ જ ક્યાં આવો છે ત્યાં શું કરીએ? માટે રાગનીવ્રતાદિના રાગની ભાવના છોડીને શુદ્ધોપયોગની ભાવના કર. અંદર ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ ભગવાન પૂરણ પ્રગટ બિરાજી રહ્યો છે તેની ભાવના કર, તેમાં એકાગ્ર થા, અને તેમાં જ રમણતા કર. આ મારગ છે ભાઈ ! ભગવાન ત્રિલોકનાથ જિનેન્દ્રદેવનો ઇન્દ્રો અને ગણધરોની સભામાં આ પોકાર છે. અહાહા...!
રિદ્ધિ સિદ્ધિ વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા , અંતરકી લચ્છી સૌ અજાચી લચ્છપતિ હૈ , દાસ ભગવંત કે ઉદાસ રહૈ જગતસૌ ,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ . અહા ! તારી સર્વ રિદ્ધિ, સિદ્ધિ અને વૃદ્ધિનું સ્થાન અંદર ભગવાન આત્મા પ્રગટ છે પ્રભુ! અહાહા....! સમકિતી ધર્મી જીવ એ જ્ઞાનાનંદસ્વરૂપ લક્ષ્મીના લક્ષ વડે સહજ જ લક્ષપતિ છે, તેમને કોઈની અપેક્ષા નથી. બીજે માગ્યા વિના જ લક્ષ-પતિ છે. અહાહા...! ભગવાનના દાસ તેઓ જગતથી ઉદાસ એવા સદાય સુખી છે. સુખનો આ મારગ છે ભાઈ ! સ્વરૂપનું લક્ષ કરવું ને તેમાં ઠરી જવું.
અરે ભાઈ! રાગનો એક કણિયો પણ તને કામ આવે એમ નથી, તારા હિતરૂપ નથી. અહાહા....! જ્ઞાનાદિ અનંત ગુણનો સમુદ્ર પ્રભુ અંદર આત્મા છે તેને જેણે રાગથી ભિન્ન પડી સંભાળ્યો અને તેમાં જ જે એકાગ્ર થયો, લીન થયો, નિમગ્ન થયો તેને ધર્મ થયો, મોક્ષનો મારગ થયો અને ચારિત્ર થયું. પરંતુ નિજ જ્ઞાનાનંદસ્વરૂપને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com