________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
* કળશ ૨૪૬: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં આત્માનું નિજસ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:આત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાતિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે- કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાતિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ.'
જુઓ, આજ પર્યુષણનો પહેલો દિવસ-ભાદરવા સુ. ૫ ને રવિવાર. રવિ એટલે સૂર્ય ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે. હવે એવા આત્માને અહીં જ્ઞાનમાત્ર કેમ કહ્યો તેનો ખુલાસો કરે છે. એમ તો આત્મામાં અનંત ધર્મો છે. અહાહા.....! અનંત ધર્મસ્વરૂપ ભગવાન આત્મા છે, એક જ્ઞાન જ છે એમ નથી. શું કીધું? આ પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ આત્મામાં એક જ્ઞાન જ છે એમ નહિ, પણ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, જીવત્વ, ચેતનત્વ, આનંદ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અધિકરણ-ઈત્યાદિ અનંત અનંત ગુણો-ધર્મો ભગવાન આત્મામાં છે.
હવે કહે છે- એ અનંત ધર્મો છે તેમાં કેટલાક તો સાધારણ છે. સાધારણ એટલે શું? કે જેમ આત્મામાં અસ્તિત્વ ગુણ છે તેમ પુદ્ગલાદિ બીજા દ્રવ્યોમાં પણ અસ્તિત્વ નામનો ગુણ છે. આમ પોતામાંય હોય ને અન્ય દ્રવ્યમાં પણ હોય તે સાધારણ ધર્મો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ સાધારણ ધર્મો છે. પરમાણમાં પણ આ ધર્મો છે. છ દ્રવ્ય ભગવાને કહ્યાં છે તે છએ દ્રવ્યમાં સર્વ સાધારણ ગુણો હોય છે એવા સાધારણ ગુણો-ધર્મો દ્વારા ભગવાન આત્મા ભિન્ન જાણી શકાતો નથી.
આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશ– ઈત્યાદિ ગુણો સાધારણ છે. આ ગુણો જેમ આત્મામાં છે તેમ પુદગલાદિ અન્ય દ્રવ્યોમાં પણ છે અને તેથી તેઓ અતિવ્યાતિવાળા છે. તેથી આ ગુણો વડે અન્ય દ્રવ્યોથી ભિન્ન આત્મા ઓળખી શકાતો નથી. જેમ પોતામાં અસ્તિત્વ ગુણ છે તેમ શરીરના પરમાણુઓમાં પણ છે; તેથી અસ્તિત્વ વડે પોતાને ઓળખવા જતાં શરીર સાથે ભેળસેળ થઈ જાય છે, અર્થાત્ શરીરથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઓળખી શકાતો નથી. આ તો એકલું માખણ છે ભાઈ ! અતિવ્યાતિયુક્ત હોવાથી સાધારણ ગુણ દ્વારા આત્માની ભિન્નતા ભાસતી નથી. સમજાય છે કાંઈ..?
વળી કહે છે –કેટલાક ધર્મો પર્યાયશ્રિત છે, કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ રાગાદિ સર્વ ભાવ પર્યાયશ્રિત ધર્મ છે. રાગાદિ વિભાવભાવ પર્યાયનો ધર્મ-સ્વભાવ છે. તે સંસાર અવસ્થામાં હોય છે પણ સિદ્ધ અવસ્થામાં નથી હોતા. તેથી તેઓ અવ્યાતિવાળા છે. શું કીધું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com