________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧) પરિણમન છે તેનો પોતે કર્તા છે એમ જાણે; કરવા લાયક છે એમ નહિ, રાગની એને રુચિ છે એમ નહિ, પણ પરિણમન છે તે અપેક્ષાએ તે કર્તા છે. અરે, રાગની રુચિ છે એ જીવ તો મિથ્યાદષ્ટિ છે, તે વીતરાગ પરમેશ્વરની આજ્ઞા જાણતો નથી. ' અરે! અજ્ઞાની શુભભાવ કરે ત્યાં રાજીરાજી થઈ જાય અને ફુલાઈ જાય કે મેં ધર્મ કર્યો, અરે ભાઈ ! એ ધર્મ નથી, પણ ધર્મના નામે બધી ધમાધમ છે. ધર્મ વસ્તુ તો અંદરની ચીજ છે અને લોકો રોકાઈ ગયા છે બહારની ધામધૂમમાં, -એમ કે દાન કરો ને ભક્તિ કરો ને વ્રત કરો ને તપ કરો, પણ ભાઈ ! એ બધી ક્રિયાઓ રાગની છે, બંધનનો મારગ છે. તેને જે કર્તવ્ય માને, ભલી માને તેને જૈન પરમેશ્વર જૈન કહેતા નથી. જુઓ, આ શું કહે છે? કે ધર્મી જીવ એમ જાણે છે કે શુભાશુભ કર્મ મારું કાર્ય નથી, હું તેનો કર્તા નથી કેમકે હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, જ્ઞાતા-દ્રષ્ટા છું.
ભાઈ ! શરીરની ક્રિયા થાય એ તો જડની જડરૂપ છે. પણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિની જે ક્રિયા થાય તે પણ મારી–ચૈતન્યની ક્રિયા નહિ. અહા ! હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુ છું, એમાં રાગનું કરવાપણું ક્યાં છે? ધર્મી પુરુષ કહે છે-રાગથી માંડીને બીજી બધી ચીજો મારા જ્ઞાનમાં પરયપણે જાણવા લાયક છે. અહા! તે ચીજો મારી છે એમ હું કેમ માનું? ન જ માનું.
ભાઈ ! શુભરાગ પણ મારો છે એમ માને તે જૈન નથી, તે અન્યમતી છે, અજ્ઞાની છે. હવે આવી વાત બહુ આકરી લાગે પણ શું થાય? ભગવાન કેવળીની દિવ્યધ્વનિ – ઉૐધ્વનિ છૂટી તેમાં આ વાત આવી છે. તે વાણી સુણી સંતોએ આ શાસ્ત્ર રચ્યાં છે. તેમાં કહે છે કે-શુભાશુભ કર્મ તે મારું કાર્ય નથી. હું તો જ્ઞાતા દષ્ટા માત્ર છે. દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ મારી છે, પરંતુ રાગ થાય તે મારી પ્રવૃત્તિ નથી.
અહા ! દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને જાણવા-દેખવારૂપ પર્યાય પણ શુદ્ધ. વચ્ચે વિકલ્પ ઉઠ તે, ધર્મી કહે છે, મારું કાર્ય નથી. હું તો દર્શનશાનરૂપ પ્રવૃત્તિ વડે આ ઉદયમાં આવેલાં કર્મોનો માત્ર દેખનાર-જાણનાર છું. હું તો નિજ સ્વરૂપમાં જ વર્તુ છું. લ્યો, આવું અનુભવન કરવું એનું નામ નિશ્ચયચારિત્ર છે. ચારિત્ર કોને કહેવાય? ભાઈ ! તને ખબર નથી; જેમાં પુણ્ય-પાપના ભાવ ઉત્પન્ન જ ન થાય અને ઉપયોગ સ્વરૂપમાં જામી જાય તેને વીતરાગદેવે ચારિત્ર કહ્યું છે. અહાહા...! જેમાં અતીન્દ્રિય આનંદની ભરતી (બાઢ) આવે તેને ચારિત્ર કહે છે.
ભાઈ ! જ્યાં તું નથી ત્યાંથી ખસી જા, ને જ્યાં તું છો ત્યાં જા અને ત્યાં જ ઠરી જા-બસ આ જ મારગ છે. અરે! અજ્ઞાની જીવો કસ્તુરી મૃગની જેમ, પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ભૂલીને સુખ કાજે બહારના વિષયો ભણી આંધળી દોટ લગાવ્યા કરે છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com